-->
વડોદરાનું સુરસાગર તળાવ હવે સહેલાણીઓ માટે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

વડોદરાનું સુરસાગર તળાવ હવે સહેલાણીઓ માટે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

 

વડોદરાનું સુરસાગર તળાવ હવે સહેલાણીઓ માટે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે




વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના કેસો ઘટતા નિર્ણય કરવામાં આવ્યો છે કે શહેરની મધ્યમાં આવેલું સુરસાગર તળાવ સહેલાણીઓ અને નાગરિકો માટે હવે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોરોન ની સ્થિતના કારણે આ તળાવ રાત્રે 8:00 સુધી જ ખુલ્લું રાખવામાં આવતું હતું.

કોરોનાને પગલે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવતું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મહત્વનો નિર્ણય કરતાં જણાવવામાં આવ્યું છે કે હવેથી સુરસાગર તળાવ સવારે 5 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી અને સાંજે 5:00 થી રાત્રે 11:00 સુધી નાગરિકો અને સહેલાણીઓ માટે ખુલ્લુ રહેશે. છેલ્લા બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિના કારણે આ તળાવ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવતું હતું.

કોર્પોરેશન દ્વારા સમયમાં વધારો કરાયો
ગુજરાત અને વડોદરા શહેરમાં કોરોનાના કેસો ઘટતા શહેરના અન્ય બાગ-બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહે છે પરંતુ સુરસાગર તળાવને 8વાગ્યે બંધ કરી દેવામાં આવતું હતું. જોકે હવે કોર્પોરેશન દ્વારા સમયમાં વધારો કરાતા ઉનાળાની ગરમીની ઋતુમાં નાગરિકોને તળાવના કિનારે બેસીને ઠંડી હવા ખાવાનો મોડે સુધી લ્હાવો મળશે.

0 Response to "વડોદરાનું સુરસાગર તળાવ હવે સહેલાણીઓ માટે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel