-->
વૃષભ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધવાર મુશ્કેલીભર્યો રહેશે, જાણો કેવો રહેશે 11 મે, 2022નો તમારો દિવસ

વૃષભ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધવાર મુશ્કેલીભર્યો રહેશે, જાણો કેવો રહેશે 11 મે, 2022નો તમારો દિવસ

વૃષભ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધવાર મુશ્કેલીભર્યો રહેશે, જાણો કેવો રહેશે 11 મે, 2022નો તમારો દિવસ



મેષ : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઓછી થાય.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ આપના ધાર્યા પ્રમાણેનું કામ ન થવાથી હ્ય્દય-મન બેચેની-વ્યગ્રતા અનુભવાય.

મિથુન : નોકરી-ધંધાના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કાર્ય અંગે દોડધામ અનુભવાય. ધંધામાં આકાસ્મિક ધરાકી આવી જાય.

કર્ક : આપના કામ અંગે દોડધામ રહે પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. સંસ્થાકીય કામ અંગે વ્યસ્તતા જણાય.

સિંહ : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. પત્નીનો સાથ મળી રહે.

કન્યા : નાંણાકીય જવાબદારીવાળા કાર્યમાં આપે સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડનો અનુભવ થાય. કામમાં રૂકાવટ રહે.

તુલા : આપના કાર્યમાં સરળતા-સાનુકુળતા મળી રહે. વાણીની મીઠાશથી કાર્યસફળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય.

વૃશ્ચિક : આપના કામની સાથે અન્ય કોઈ ને કોઈ કામ અંગે દોડધામ-શ્રમ જણાય. મિત્રવર્ગનો સહકાર મળી રહેતા રાહત રહે.

ધન : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ અનુભવાય. પરદેશની કાર્યવાહીમાં પ્રગતી જણાય. કામનો ઉકેલ આવે.

મકર : બેંકના કામમાં, વીમા કંપનીના, કામમાં, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવુ. તબિયતની કાળજી રાખવી.

કુંભ : આપના કામ અંગે બહાર જવાનું બને. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ રહે.

મીન : સીઝનલ ધંધામાં હરિફ વર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સાસરીપક્ષ- મોસાળપક્ષે દોડધામ ખર્ચ જણાય.

 

0 Response to "વૃષભ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધવાર મુશ્કેલીભર્યો રહેશે, જાણો કેવો રહેશે 11 મે, 2022નો તમારો દિવસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel