-->
ચારધામ યાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ,પ્રશાસનને પરસેવો વળી ગયો

ચારધામ યાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ,પ્રશાસનને પરસેવો વળી ગયો

ઉત્તરાખંડ: ચારધામ યાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ,પ્રશાસનને પરસેવો વળી ગયો




બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે


બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જો કે, આ સ્થાનિક વ્યવસાયો માટે સારા સમાચાર છે, પરંતુ વહીવટી તંત્રને વ્યવસ્થા જાળવી રાખવા બાબતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અત્યાર સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચાર ધામ- કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી દર્શન કરી ચૂક્યા છે.

3 મે એ યાત્રા શરૂ થવાના પહેલા, લગભગ ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પૂર્વશરત તરીકે રાજ્ય પ્રવાસન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે હજારો અન્ય યાત્રાળુઓ કોઈ પણ રજીસ્ટ્રેશન વગર મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર સામે આવેલા કેદારનાથ ના ફોટોઝ અને વિડીયોમાં જોવા મળ્યું છે કે કઈ રીતે લોકો હેલીપેડ અને મંદિરની નજીક લગભગ એક કિમી સુધીની લાંબી સર્પાકાર લાઈનોમાં જગ્યા મેળવવા માટે ભારે ધક્કામુક્કી કરી રહ્યા છે.સૂત્રોનું કહેવું છે કે સરકાર દરેક તીર્થસ્થળ પર મહત્તમ શ્રદ્ધાળુઓની સંખ્યા પર નજર રાખવા માટે તૈયાર છે.

અગાઉ એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે કેદારનાથમાં પ્રતિ દિન માત્ર 12,000, બદ્રીનાથમાં 15,000, યમનોત્રીનાં 7,000 અને ગંગોત્રીમાં દરરોજ 4,000 શ્રદ્ધાળુઓને જ મંજૂરી આપવામાં આવશે. અધિકારીએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી તરફથી લીલી ઝંડી મળવાની રાહ જોઈ રહ્યા છે.તીર્થસ્થળો પર અવ્યવસ્થા ઉપરાંત પણ યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે, હોટેલો અને લોજ ખીચોખીચ ભરેલા છે, જેમાં વધારાની ભીડને સમાવવા માટે ભાગ્યે જ કોઈ જગ્યા છે.ગંગોત્રી હાઇવે પર પાંચ કલાકના ટ્રાફિક જામના કારણે સોમવારે રાત્રે જનજીવન ઠપ થઈ ગયું હતું, જેના કારણે યાત્રાળુઓ પાણી અને ચા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.10,000 ફૂટથી વધુ ઊંચાઈએ આવેલા ચાર ધામમાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા છે, જેમાં મોટે ભાગે હૃદય સંબંધી સમસ્યાઓ કારણ બની છે. પ્રવાસન વિભાગના આંકડા દર્શાવે છે કે યમનોત્રી 10,606 ફૂટ, ગંગોત્રી (11,204 ફૂટ), કેદારનાથ (11,745 ફૂટ) અને બદ્રીનાથ 10,170 ફૂટની ઊંચાઈએ આવેલું છે.નિષ્ણાતો કહે છે કે આ ઊંચાઈએ ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે અને કાર્ડિયાક અથવા કોમોર્બિડિટી વાળા લોકોને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે


0 Response to "ચારધામ યાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ,પ્રશાસનને પરસેવો વળી ગયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel