-->
કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગ કુલગામમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષકાને ગોળી મારી, 20 દિવસમાં બીજી ઘટના

કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગ કુલગામમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષકાને ગોળી મારી, 20 દિવસમાં બીજી ઘટના

 

કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગકુલગામમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષકાને ગોળી મારી, 20 દિવસમાં બીજી ઘટના




જમ્મુ-કાશ્મીરના કુલગામની ગોપાલપોરા વિસ્તારની હાઈસ્કૂલમાં આતંકવાદીઓએ શિક્ષિકા પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં શિક્ષકાને અનેક ગોળીઓ વાગી હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સામ્બાના રહેવાસી ઘાયલ શિક્ષકાનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. આ પહેલાં 12 મેના રોજ કાશ્મીરી પંડિત રાહુલ ભટને પણ તેમની ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.


ઓમર અબ્દુલ્લાએ કહ્યું- નિંદા અને શોક જેવા શબ્દો પોકળ છે


નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, 'આ બહુ દુઃખદ વાત છે. આ નિઃશસ્ત્ર નાગરિકોની ટાર્ગેટ કિલિંગની યાદીમાં જોડેયો વધુ એક હુમલો છે. જ્યાં સુધી સરકાર સ્થિતિ સામાન્ય થવાનું આશ્વાસન ન આપે ત્યાં સુધી નિંદા અને શોક જેવા શબ્દો પોકળ છે. અમે શાંતિથી બેસીશું નહીં.

કલમ 370 નાબૂદ કર્યા પછી 4 કાશ્મીરી પંડિત સહિત 14 હિંદુની હત્યા

ઓક્ટોબરમાં કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની શરૂઆત થઈ હતી. અહીં પાંચ દિવસમાં સાત નાગરિક માર્યા ગયા, જેમાં એક કાશ્મીરી પંડિત, એક શીખ અને પ્રવાસી હિંદુ સામેલ છે, જેઓ નોકરીની શોધમાં આવ્યા હતા. 14 એપ્રિલે આતંકવાદીઓએ સતીશ કુમારની ગોળી મારીને હત્યા કરી હતી. આ પહેલાં શનિવારે અલી જાન રોડ પર આવેલા એવા બ્રિજ પર આતંકવાદીઓએ એક પોલીસકર્મીને ગોળી મારી હત્યા કરી હતી.

 ફરી એકવાર કાશ્મીરી પંડિતોની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ આતંકવાદી હુમલામાં 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિન્દુ માર્યા ગયા હતા. ગૃહ મંત્રાલયે સંસદમાં આ માહિતી આપી હતી.

ઘાટીમાં 18 દિવસથી કાશ્મીરી પંડિતોનું આંદોલન ચાલી રહ્યું છે


18 દિવસથી કાશ્મીરી પંડિતોનું ઘાટીમાં આંદોલન ચાલી રહ્યું છે. પંડિતો જેમને પ્રધાનમંત્રી રોજગાર પેકેજ હેઠળ નોકરી મળી છે તેઓ કામનો બહિષ્કાર કરીને દેખાવો કરી રહ્યા છે. ઘાટીમાં આ સૌથી લાંબો સમય ચાલતું પ્રદર્શન બની ગયું છે. મહેસૂલ વિભાગના કર્મચારી રાહુલ ભટની હત્યા બાદ વિરોધ શરૂ થયો હતો. કામ કરતા કાશ્મીરી પંડિતોની માગ છે કે તેમને કાશ્મીરની બહાર પોસ્ટિંગ આપવામાં આવે.


વિરોધ કરી રહેલા કાશ્મીરી પંડિતે કહ્યું- અમને કાશ્મીરમાંથી શિફ્ટ કરવામાં આવે


પ્રધાનમંત્રી રોજગાર પેકેજ હેઠળ નોકરી મેળવનારા પંડિતો કામનો બહિષ્કાર કરી વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે કેદીઓની જેમ જીવન જીવવા નથી માગતા, એટલા માટે અમને કાશ્મીરમાંથી શિફ્ટ કરવામાં આવે. એલજી, તેમના સલાહકારો, આઈજીપી અને અન્ય અધિકારીઓએ રસ્તા પર બેઠેલા કાશ્મીરી પંડિતો સાથે ઘણી વખત વાત કરી છે, પરંતુ તેમ છતાં પંડિતોનો વિરોધ ચાલુ છે.



રાહુલ ભટની હત્યા સામે મુંડન કરાવીને વિરોધ


કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા રાહુલ ભટની હત્યાના 10મા દિવસે અનંતનાગ જિલ્લાના કાશ્મીરી પંડિતોએ મુંડન કરાવ્યું હતું. તેમણે રાહુલ ભટના આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરી હતી, સાથે જ ઘાટીમાં સુરક્ષા પૂરી પાડવામાં આવે એવી માગ પણ કરી હતી અથવા તેમનું પોસ્ટિંગ જમ્મુ કરવામાં આવે.




0 Response to "કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગ કુલગામમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષકાને ગોળી મારી, 20 દિવસમાં બીજી ઘટના"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel