મિકા સિંહની સુરક્ષામાં વધારો સિદ્ધુ મૂસેવાલા ને મિકા સિંહ ખાસ મિત્ર હતા, સો.મીડિયામાં લોરેન્સ બિશ્નોઈના પેજને બૅન કરવાની ડિમાન્ડ કરતાં પોલીસે સુરક્ષા વધારી
મિકા સિંહની સુરક્ષામાં વધારો સિદ્ધુ મૂસેવાલા ને મિકા સિંહ ખાસ મિત્ર હતા, સો.મીડિયામાં લોરેન્સ બિશ્નોઈના પેજને બૅન કરવાની ડિમાન્ડ કરતાં પોલીસે સુરક્ષા વધારી
DCP ભુવન ભૂષણ યાદવે કહ્યું હતું કે પંજાબી સિંગર સિદ્ધુની હત્યા બાદ સાવચેતી માટે મિકા સિંહની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે મિકાએ આ અંગે કોઈ ડિમાન્ડ કરી નહોતી.
મિકાએ સિદ્ધુની હત્યા બાદ આક્રોશ વ્યક્ત કર્યો હતો
ઉલ્લેખનીય છે કે મિકા સિંહે સિદ્ધુની હત્યા બાદ સો.મીડિયામાં એક પછી એક પોસ્ટ શૅર કરીને હત્યાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. આ સાથે જ લોરેન્સ બિશ્નોઈના સો.મીડિયા પેજનો સ્ક્રિનશોટ શૅર કરીને પેજ બૅન કરવાની માગણી કરી હતી. આ પોસ્ટ બાદ જોધપુર પોલીસ અલર્ટ થઈ ગઈ હતી અને મિકાની સુરક્ષામાં વધારો કર્યો હતો.
મિકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હું હંમેશાં કહેતો કે મને પંજાબી હોવા પર ગર્વ છે, પરંતુ આજે મને આ વાત કહેતા શરમ આવે છે. 28 વર્ષનો યંગ ટેલન્ટેડ યુવક ઘણો જ લોકપ્રિય હતો, તેનું ભવિષ્ય ઊજળું હતું, પરંતુ પંજાબમાં પંજાબીઓએ જ તેને મારી નાખ્યો. ભગવાન તેના આત્માને શાંતિ આપે. પરિવાર પ્રત્યે સાંત્વના. હું પંજાબ સરકારને વિનંતી કરું છું કે તે ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.'
એક પોસ્ટમાં મિકાએ કહ્યું હતું, 'મિસ યુ ભાઈ. બહુ જલદી જતો રહ્યો. લોકો હંમેશાં તારા નામ, ફૅમ તથા ઈજ્જતને યાદ કરશે. આ સાથે જ તારા તમામ હિટ રેકોર્ડ્સ પણ યાદ રહેશે. ભગવાન તારી આત્માને શાંતિ આપે. સતનામ વાહેગુરુ.'

0 Response to "મિકા સિંહની સુરક્ષામાં વધારો સિદ્ધુ મૂસેવાલા ને મિકા સિંહ ખાસ મિત્ર હતા, સો.મીડિયામાં લોરેન્સ બિશ્નોઈના પેજને બૅન કરવાની ડિમાન્ડ કરતાં પોલીસે સુરક્ષા વધારી"
ટિપ્પણી પોસ્ટ કરો