-->
આજે પણ હીટવેવની આગાહી, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થશે, બહાર નીકળતા પહેલા આટલી કાળજી રાખવી જરૂરી

આજે પણ હીટવેવની આગાહી, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થશે, બહાર નીકળતા પહેલા આટલી કાળજી રાખવી જરૂરી

 

આજે પણ હીટવેવની આગાહી, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થશે, બહાર નીકળતા પહેલા આટલી કાળજી રાખવી જરૂરી



અમદાવાદ સતત ત્રણ દિવસથી ગરમીનો પારો 44 ડિગ્રીથી વધુ નોંધાયો છે. જોકે ગઈકાલે ભારે પવન ફૂંકાતા હીટવેવની આગાહી હોવા છતા ગરમીનો પારો એક ડિગ્રી જેટલો ઘટયો હતો. પરંતુ હવામાન વિભાગે આજે પણ અમદાવાદમાં હીટવેવની આગાહી કરી છે. આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થશે. જોકે સોમવારથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી રાહત રહેશે.

આજે ગરમીમાં વધારો થઈ શકે
ઈરાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 મેથી એટલે સોમવાર પાંચ દિવસ સુધી ગરમી પારો ગગડીને 41 ડિગ્રીની આસપાસ રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. ગરમ સુકા પવનોની અસર તેમજ પવનની ગતિ 7 કિલોમીટરની આસપાસ રહેતી હોવાથી બુધવારથી શુક્રવાર સુધી ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચતાં હીટવેવનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ, શનિવારે પવનની ઝડપમાં વધારો થવાની સાથે ભેજમાં વધારો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.7 ડિગ્રી નોંધાયું હતું. જોકે આજે ગરમીમાં વધારો થઈ શકે છે.



7 દિવસમાં 6 હજારથી વધુ બન્યાં હીટવેવનો શિકાર

અમદાવાદમાં ગરમીની સમસ્યાથી બિમાર પડવાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. 7 દિવસમાં જ 6 હજારથી વધુ લોકો ગરમીને લગતી સમસ્યાનો શિકાર બની ચૂક્યા છે.ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અમદાવાદમાં 7 દિવસમાં કુલ 6735થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બિમાર પડયા છે. જેમાં પેટમાં દુઃખાવાની સૌથી વધુ 1556 ફરિયાદ નોંધાઇ છે. આ પૈકી છેલ્લા ચાર દિવસથી પેટમાં દુઃખાવાની દરરોજની 50થી વધુ ફરિયાદો સામે આવી રહી છે. ગરમીથી શ્વાસ લેવામાં સમસ્યા નડતી હોય તેના 1152 કેસ છેલ્લા સાત દિવસમાં નોંધાયા છે.



0 Response to "આજે પણ હીટવેવની આગાહી, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થશે, બહાર નીકળતા પહેલા આટલી કાળજી રાખવી જરૂરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel