આગામી 3 વર્ષ સુધી FRC દ્વારા ફીમાં વધારો ના આપવા વાલી મંડળની માંગણી
આગામી 3 વર્ષ સુધી FRC દ્વારા ફીમાં વધારો ના આપવા વાલી મંડળની માંગણી
- ફીમાં વધારો કરાશે તો આવનાર ઇલેક્શનમાં વાલી સરકારનો વિરોધ કરશે તેવી ચીમકી
આગામી દિવસોમાં સ્કૂલોએ ફી વધારા માટે FRCમાં દરખાસ્ત મુકવાની રહેશે, જે બાદ FRC દ્વારા સ્કૂલોને ફી વધારવા માટે નિર્ણય કરવામાં આવશે. ત્યારે આગામી 3 વર્ષ સુધી FRC દ્વારા ફી માં વધારો ના આપવા વાલી મંડળે માંગ કરી છે. ફીમાં વધારો કરવામાં આવશે તો આવનાર ઇલેક્શનમાં વાલી સરકારનો વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
9 મહિના સ્કૂલો બંધ રહી છતાં પૂરેપૂરી ફી વસુલવામાં આવી
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, કોરોનાને કારણે વર્ષ 2020-21માં સ્કૂલોમાં 25 ટકા ફી માફી આપવામાં આવી હતી જે બાદ 2021-22માં પણ આ નિર્ણય ચાલુ રાખવા પૂર્વ શિક્ષણમંત્રીએ નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો અમલ થયો નહતો અને 9 મહિના સ્કૂલો બંધ રહી છતાં પૂરેપૂરી ફી વસુલવામાં આવી હતી.
2 કરોડ વાલીઓ સરકારનો વિરોધ કરશે
આગામી FRCમાં 3 વર્ષ માટેની ફી જાહેર થવાની છે ત્યારે વર્ષ 2021-22માં 25 ટકા માફી થઈ નથી તો 2022-23માં કોઈ પણ ફી વધારો આપવો નહિ એટલે કે વર્ષ 2020-21 માં જે ફી લેવામાં આવી હતી તે પ્રમાણે જ ફી લેવામાં આવે. જો નવા વર્ષમાં FRC સ્કૂલોને ખોટા એફિડેવિટ અને ખોટા ઓડિટ મૂકી મસમોટી ફી મંજુર કરાવશે તો આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં 1.50 થી 2 કરોડ વાલીઓ સરકારનો વિરોધ કરશે.
0 Response to "આગામી 3 વર્ષ સુધી FRC દ્વારા ફીમાં વધારો ના આપવા વાલી મંડળની માંગણી"
ટિપ્પણી પોસ્ટ કરો