-->
રવિવારે કોને મળશે શાંત-આરામ અને કોણ રહેશે વ્યસ્ત : જાણો 8 મે, 2022નું રાશિ ભવિષ્ય

રવિવારે કોને મળશે શાંત-આરામ અને કોણ રહેશે વ્યસ્ત : જાણો 8 મે, 2022નું રાશિ ભવિષ્ય

 

રવિવારે કોને મળશે શાંત-આરામ અને કોણ રહેશે વ્યસ્ત : જાણો 8 મે, 2022નું રાશિ ભવિષ્ય




મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન- મકાન- વાહનના કામમાં ઉતાવળ ન કરવી.

વૃષભ : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે. આપના કામ અંગે પ્રવાસ- મિલન- મુલાકાતનું આયોજન ગોઠવાય.

મિથુન : સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ-લાભ રહે.

કર્ક : આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતથી હર્ષ અનુભવાય.

સિંહ : આપને કામમાં કોઈને કોઈ રૃકાવટ આવ્યા કરે. માનસિક પરિતાપ વ્યગ્રતા રહે. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

કન્યા : આપના કામમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત અનુભવાય. સીઝનલ ધંધામાં આપને લાભ- ફાયદો મળી રહે.

તુલા : સગા- સંબંધી મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા રહે, જમીન- મકાન, વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા રહે.

વૃશ્ચિક : દેશ- પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં આકસ્મિક કોઈ નવી વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. કામ ઉકેલાય.

ધન : તબિયતની અસ્વસ્થતાને લીધે બેચેની રહ્યા કરે. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા- ઉચાટ ખર્ચ જણાય, મૌન રહેવું.

મકર : આપના કાર્યમાં પત્નીનો સાથ- સહકાર મળી રહે. કાર્યનો સરળતાથી ઉકેલ આવતા આનંદ થાય. મિલન- મુલાકાત થાય.

કુંભ : દિવસ દરમિયાન આપે કાંઈને કાંઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. આકસ્મિક ખર્ચ- ખરીદી જણાય. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું.

મીન : આપને સંતાનના પ્રશ્નમાં રાહત થતી જાય. વાણીની મીઠાશથી નોકરી- ધંધામાં લાભ ફાયદો રહે મુલાકાત થાય.

0 Response to "રવિવારે કોને મળશે શાંત-આરામ અને કોણ રહેશે વ્યસ્ત : જાણો 8 મે, 2022નું રાશિ ભવિષ્ય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel