અખાત્રીજના દિવસે શોભન અને માતંગ યોગમાં કરવામાં આવતા દાનથી અખૂટ પુણ્ય મળશે
અખાત્રીજના દિવસે શોભન અને માતંગ યોગમાં કરવામાં આવતા દાનથી અખૂટ પુણ્ય મળશે
અખાત્રીજના દિવસે શોભન અને માતંગ યોગ, તૈતિલ કરણ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિનો ચંદ્ર રહેશે. ત્રીજ તિથિની સ્વામી ગૌરી છે અને રોહિણી નક્ષત્રના સ્વામી બ્રહ્મને માનવામાં આવે છે.
મંગળવારે રોહિણીના સંયોગથી માતંગ નામનો શુભ યોગ બની રહ્યો છે. જાણકારો પ્રમાણે આ શુભ સંયોગમાં આવનાર પર્વ કે તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ માન્યતા પ્રમાણે અખાત્રીજના દિવસે આ યોગમાં આપવામાં આવતા દાનનું પુણ્ય ફળ ઇન્દ્ર સમાન સુખ સ્વરૂપમાં પ્રાપ્ત થશે.
જ્યોતિષ શાસ્ત્રમાં 12માંથી 11 મહિના યુગાદિ અને મન્વાદિ તિથિનો સંયોગ બને છે. જેને ગાણિતિક પક્ષમાં યુગના શરૂઆતની તિથિ તથા મનુઓના મન્વંતરની તિથિ કહેવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે સમયે યુગની શરૂઆત થઈ તેને યુગાદિ તિથિ કહેવાય છે. અખાત્રીજ યુગાદિ તિથિની શ્રેણીમાં આવે છે.
અક્ષય તૃતીયાના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું અને જળદાન કરવું જોઈએ. આવું કરવાથી મળતું પુણ્ય ક્યારેક નષ્ટ થતું નથી. વાતાવરણને ધ્યાનમાં રાખીને ઠંડા પીણા, માટલું અને ઠંડા પાણીનું દાન કરવું જોઈએ. સાથે જ કપડાં, છત્રી અને બૂટ-ચપ્પલનું પણ દાન કરી શકાય છે. આ દિવસે જાનવરો અને પક્ષીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આ દિવસે જરૂરિયાતની બધી વસ્તુઓનું દાન કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થશે.

0 Response to "અખાત્રીજના દિવસે શોભન અને માતંગ યોગમાં કરવામાં આવતા દાનથી અખૂટ પુણ્ય મળશે"
ટિપ્પણી પોસ્ટ કરો