-->
રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલમાં ટિકિટ વગર મુસાફરી કરતા 25,973 મુસાફરો પાસેથી 1.99 કરોડ વસૂલ્યા

રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલમાં ટિકિટ વગર મુસાફરી કરતા 25,973 મુસાફરો પાસેથી 1.99 કરોડ વસૂલ્યા

રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલમાં ટિકિટ વગર મુસાફરી કરતા 25,973 મુસાફરો પાસેથી 1.99 કરોડ વસૂલ્યા



 


- માર્ચ મહિનામાં 22,464 મુસાફરો પાસેથી 1.61 કરોડનો દંડ વસૂલ્યો હતો


રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ વગર અને નિયમો વિરૂદ્ધ મુસાફરી કરતા લોકોને રોકવા માટે એપ્રિલ મહિના દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગની આવકમાં એપ્રિલ 2022 દરમિયાન રાજકોટ ડિવિઝને ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા 25,973 મુસાફરો પાસેથી રૂ.1.99 કરોડ વસૂલ કરવામાં આવ્યા છે. જે એક જ મહિનામાં ટિકિટ ચેકિંગથી આવકનો અત્યારસુધીનો સર્વશ્રેષ્ઠ આંકડો છે.


માર્ચ મહિનામાં ટિકિટ વગરના મુસાફરો પાસેથી 1.61 કરોડ વસૂલ્યા હતા

આ અગાઉ માર્ચ, 2022ના મહિનામાં 22,464 મુસાફરો પાસેથી રાજકોટ ડિવિઝન દ્વારા રૂ.1.61 કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા. રાજકોટ રેલવે ડિવિઝન ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.


વધુ સામાન લઈ જતા 9 મુસાફરોને દંડ કરાયો હતો

ઉલ્લેખનીય છે કે, ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ ધરાવનાર 25,973 મુસાફરો પાસેથી કુલ રૂ.1,99,49,720 વસૂલવામાં આવ્યા છે, જેમાંથી ટિકિટ વિના મુસાફરી કરતા 25,948 મુસાફરો પાસેથી રૂ.1,99,41,520, ઓવર ટ્રાવેલિંગ કરતાં 3 મુસાફરો પાસેથી રૂ.1,350, ઉચ્ચ વર્ગમાં મુસાફરી કરતાં 13 મુસાફરો પાસેથી રૂ.6,350 અને વધુ સામાન લઈ જતાં 9 મુસાફરો પાસેથી રૂ.500 વસૂલવામાં આવ્યા છે.



0 Response to "રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલમાં ટિકિટ વગર મુસાફરી કરતા 25,973 મુસાફરો પાસેથી 1.99 કરોડ વસૂલ્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel