રાજકોટમાં આજે ઈન્ડિયન આઈડલ ફેમ પવનદીપ, અરૂણીતા, સાયલી સહિતના કલાકારો ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે
રાજકોટમાં આજે ઈન્ડિયન આઈડલ ફેમ પવનદીપ, અરૂણીતા, સાયલી સહિતના કલાકારો ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે
- ગુજરાત સ્થાપના દિવસ નિમિતે ‘સપ્તરંગી સાંજ’ નામના કાર્યક્રમનું આયોજન
ઈન્ડિયન આઈડલ સીઝન 12 ફેમ પવનદીપ રાજન, અરૂણીતા કાનજીલાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી અને સવાઇ ભાટ આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસકોર્સના ઓપન એર થિયેટરમાં મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું છે. જેમા આ લોકપ્રિય કલાકારો રાજકોટીયન્સને પોતાના સંગીતની ધૂન પર ડોલાવશે. આ તમામ કલાકારો દ્વારા સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકોને મોટી સંખ્યામાં ઉમટી પડવાની અપીલ કરવામાં આવી છે.
‘સપ્તરંગી સાંજ’ નામનો કાર્યક્રમ યોજાશે
કોરોનાકાળના અઢી વર્ષ પછી શહેરમાં રંગારંગ કાર્યક્રમ યોજાશે. ત્યારે આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતુ કે, આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે ‘સપ્તરંગી સાંજ’ નામનો કાર્યક્રમ યોજાશે. કોરોના કાળમાં રાજકોટવાસીઓને સાંસ્કૃતિક કે રંગારંગ કાર્યક્રમનો આનંદ માણવાની તક મળી નહોતી. છેલ્લાં કેટલાક દિવસોથી કોરોના નહીવત બનતા ધુળેટીએ હાસ્ય કવિ સંમેલન માણવા મળ્યા બાદ હવે રાજ્યના સ્થાપના દિવસે એક અનોખો લ્હાવો માણવા મળશે.
કોરોના નહીવત બનતા મનપાએ આયોજન કર્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે રાત્રે રેસકોર્સના ઓપન એર થિયેટરમાં ઈન્ડિયન આઈડલના લોકપ્રિય કલાકારો પવનદીપ રાજન, અરૂણીતા કાનજીલાલ, સાયલી કાંબલે, આશિષકુલકર્ણી અને સવાઇ ભાટ સહિતના નાની ઉંમરે જ લોકપ્રિય બની ગયેલા આ કલાકારોને લાઇવ સાંભળવા મળશે. જેમાં પૂર્વ CM વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
0 Response to "રાજકોટમાં આજે ઈન્ડિયન આઈડલ ફેમ પવનદીપ, અરૂણીતા, સાયલી સહિતના કલાકારો ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે"
ટિપ્પણી પોસ્ટ કરો