મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી છે કોમર્શિયલ ઈમારત;
મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી છે કોમર્શિયલ ઈમારત; દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ
દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ત્રણ માળની એક બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. દુર્ઘટનામાં 26 લોકોના મોત નિપજ્યા છે. તો 10 લોકો ગંભીર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બારીઓ તોડીને બિલ્ડિંગની અંદર ફંસાયેલા લોકોને બચાવ્યા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગને બે માળમાં સર્ચિંગ પૂરું થઈ ગયું છે. ત્રીજા માળે સર્ચિગ ચાલી રહ્યું છે. દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે અત્યાર સુધીમાં 26 મૃતદેહ કાઢવામા આવ્યા છે.ઈમારતમાં મોટા પ્રમાણમાં માલ-સામાન હતો,જેને લીધે આગ બૂઝાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બિલ્ડિંગની બારીઓ તોડીને ધુમાડાની વચ્ચે લોકોને JCB મશીન અને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા, તો કેટલાંક લોકોને દોરડાંની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ છે, જે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે જ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સ્પોટ પર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.આગમાં 60-70 લોકો ફંસાયા હોવાની જાણકારી મળી હતી, જેમાંથી મોટા ભાગના લોકોને બચાવી લેવાયા છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી 3 માળની આ કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેનો ઉપયોગ ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડેથી આપી છે. પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા ફ્લોરથી શરૂ થઈ, જ્યાં CCTV કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે.

0 Response to "મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી છે કોમર્શિયલ ઈમારત;"
ટિપ્પણી પોસ્ટ કરો