5 જ દિવસમાં 80 પક્ષીઓ અને 85 થી વધુ પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર બન્યા
5 જ દિવસમાં 80 પક્ષીઓ અને 85 થી વધુ પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર બન્યા
શહેરમાં તાપમાનનો પારો ઊંચો જવાને કારણે પક્ષીઓ હીટવેવથી બીમાર પડી રહ્યાં છે. પૂરતા પ્રમાણમાં પક્ષીઓને પાણી મળતું ન હોવાને કારણે માત્ર 5 જ દિવસમાં 80 પક્ષીઓ અને 85 થી વધુ પ્રાણીઓ ભોગ બન્યા છે. ખાસ કરીને કબૂતર, પોપટ જેવા પક્ષીઓ તેમજ શેરી શ્વાન ડીહાઇડ્રેશનનો ભોગ બન્યા છે.
શહેરમાં તાપમાનનો પારો આજે નીચે ગયો છે. જોકે છેલ્લા પાંચ દિવસમાં તાપમાન 42 ડિગ્રી કરતાં પણ વધુ નોંધાયું છે. તેની અસર માત્ર સામાન્ય માણસને જ નહીં પરંતુ પશુ-પક્ષીઓ પણ થઈ છે. જીવદયા સંસ્થાઓને પ્રતિદિવસ 4 થી 5 પક્ષીને ડીહાઇડ્રેશન થવાના કોલ મળ્યા છે તો શેરી શ્વાન પણ આ ગરમીનો ભોગ બન્યા છે. શહેરી વિસ્તારમાં રહેતાં કબૂતર, પોપટ સહિતનાં પક્ષીઓ હીટવેવને કારણે ડીહાઇડ્રેશનથી બીમાર પડી રહ્યાં છે. શહેરોની સરખામણીમાં ગામડામાં તળાવ, નહેર, નાળાંમાંથી પીવાનું પાણી મળી જતાં પક્ષીઓ આકરી ગરમીથી પોતાનો બચાવ કરી લે છે. પરંતુ શહેરમાં પીવાનું પાણી નહીં મળતાં માત્ર તેઓએ હેરાન થવાનો વારો આવે છે. સામાન્ય રીતે ઉનાળામાં અંદાજે 300 જેટલા પક્ષીઓ અને પ્રાણીઓએ હીટવેવનો સામનો કરવો પડતો હોય છે જેની સામે આ વર્ષે માત્ર પાંચ દિવસમાં આંકડો 160 થી વધુનો છે.
9 થી 13 મે દરમિયાન તમારી પાસે 80 થી વધુ પક્ષીઓ આવ્યા છે જ્યારે 85 કરતા પણ વધુ શેરી શ્વાનને ડીહાઇડ્રેશન થયું છે. અસરગ્રસ્ત પક્ષીઓને રિહેબ સેન્ટર ઉપર લઇ જઈ મલ્ટિવિટામીન તેમજ પાણી આપી સાજા કરવામાં આવે છે. મોટા કેઈજમાં રાખી તેઓ ફરીથી ઊડી શકે ત્યાં સુધી રિહેબ સેન્ટર ઉપર રાખ્યા બાદ તેમને છોડી દેવામાં આવે છે અને શ્વાનને પણ ડીહાઈડ્રેશનની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એટલું જ નહીં એક સમડી પણ આ કાળઝાળ ગરમીનો ભોગ બની હતી. જેને રેસ્કયુ કરાઇ છે.

0 Response to "5 જ દિવસમાં 80 પક્ષીઓ અને 85 થી વધુ પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર બન્યા"
ટિપ્પણી પોસ્ટ કરો