શુક્રવારે કોના પર થશે ધનવર્ષા : વાંચો 13 મે, 2022નું તમારું રાશિ ભવિષ્ય
શુક્રવારે કોના પર થશે ધનવર્ષા : વાંચો 13 મે, 2022નું તમારું રાશિ ભવિષ્ય
મેષ : દિવસ દરમ્યાન સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કોર્ટ- કચેરી- રાજકીય સરકારી કામમાં રાહત થતી જાય.
વૃષભ : આપની બુદ્ધિ- મહેનત- અનુભવ- આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
મિથુન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ હૃદય- મનને શાંતિ- રાહત જણાય નહીં. આપની ધારણા અવળી પડતા ચિંતામાં વધારો થાય.
કર્ક : આપના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકર વર્ગ- નોકર ચાકરવર્ગનો સાથ- સહકાર પ્રાપ્ત કરી શકો.
સિંહ : આપના કામની સાથે કુટુંબ પરિવારના કામ અંગે વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ-લાભ રહે.
કન્યા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. કામના ઉકેલથી આનંદ રહે.
તુલા : આપને કામમાં પ્રતિકૂળતા જણાય બેંકના, વીમા કંપનીના કામમાં શેરોની લે-વેચમાં આપે સાવધાની રાખવી પડે.
વૃશ્ચિક : આપના કાર્યમાં સફળતા મળી રહે સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. વાણીની સંયમતાથી લાભ થાય.
ધન : આપના કામની સાથે સગા- સંબંધી મિત્રવર્ગના કામ અંગે આપે વ્યસ્ત રહેવું પડે. જમીન- મકાન વાહનના કામમાં સરળતા રહે
મકર : દેશ- પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કામની કદર પ્રશંસા થવાથી કામ થવાથી રાહત રહે, હર્ષ-લાભ રહે.
કુંભ : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. નાણાંકીય કામમાં કાળજી રાખવી પડે.
મીન : આપના કામમાં સાનુકૂળતા જણાય, મહત્ત્વના નિર્ણય લેવાનો હોય તો લઈ શકાય. મિલન- મુલાકાત થાય.
0 Response to "શુક્રવારે કોના પર થશે ધનવર્ષા : વાંચો 13 મે, 2022નું તમારું રાશિ ભવિષ્ય"
ટિપ્પણી પોસ્ટ કરો