-->
આણંદના ઉમરેઠમાં અવકાશમાંથી અલગ અલગ ત્રણ સ્થળે ગોળા જેવી વસ્તુઓ પડી,

આણંદના ઉમરેઠમાં અવકાશમાંથી અલગ અલગ ત્રણ સ્થળે ગોળા જેવી વસ્તુઓ પડી,

 

આણંદના ઉમરેઠમાં અવકાશમાંથી અલગ અલગ ત્રણ સ્થળે ગોળા જેવી વસ્તુઓ પડી, પોલીસે સ્થળને કોર્ડન કરી તપાસ હાથ ધરી



- જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી


આણંદના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબેના ત્રણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડી છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ વસ્તુઓ જોવા લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ અવકાશી વસ્તુ અંગે તપાસ હાથ ધરી છે.

આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું અનુુમાન
આણંદ જિલ્લાના ઉમરેઠ તેમજ ભાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી છે. જિલ્લાના જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે અવકાશમાંથી ભારેખણ ગોળા જેવી વસ્તુ પડી છે. પોલીસના જણાવ્યા મુજબ અવકાશમાંથી પૃથ્વી ઉપર પડેલા આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે. આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે.


ઉપરાછાપરી ત્રણે સ્થળે પદાર્થ પડ્યો
મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન હોઈ તંત્રએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ઉપરાછાપરી ત્રણે સ્થળે પડેલા અવકાશી પદાર્થ ફરી પણ ક્યાંક પડે તો તેની ચિંતાએ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.



0 Response to "આણંદના ઉમરેઠમાં અવકાશમાંથી અલગ અલગ ત્રણ સ્થળે ગોળા જેવી વસ્તુઓ પડી,"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel