-->
કિશનવાડીમાં આવાસના મકાનની છતનો ભાગ તૂટ્યો, તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે?;

કિશનવાડીમાં આવાસના મકાનની છતનો ભાગ તૂટ્યો, તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે?;

 

કિશનવાડીમાં આવાસના મકાનની છતનો ભાગ તૂટ્યો, તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે?;સ્થાનિકો




શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનામાં શનિવારે રાત્રીના સમયે એક મકાનના છતનો કેટલોક ભાગ તૂટી જતા રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. થોડા દિવસ અગાઉ મેયરે આવાસ યોજનાઓમાં ગેરકાયેદસર ભાડે રહેતા લોકોને શોધીને હટી જવા માટે જણાવ્યું હતું.કિશનવાડીમાં આવેલી વસાહતના ટાવરમાં ઉપરના માળે ગરીબ પરિવારના મકાનની છતનો કેટલોક ભાગ તૂટ્યો હતો. સરકારી આવાસમાં છતના પ્લાસ્ટરનો ભાગ ધરાશાયી થતાં ગણતરીના વર્ષોમાં જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી.

જેથી કિશનવાડી સરકારી આવાસમાં રહેતા ગરીબ પરિવારો દયનીય પરિસ્થિતિમાં જીવવાનો વારો આવ્યો હતો. થોડા સમય પહેલા જ આ આવાસ યોજનાની મેયર, કમિશનર અને ચેરમેન દ્વારા મુલાકાત લેવાઇ હતી અને લાભાર્થી નહીં ભાડુઆતો રહેતાં હોવા બાબતે કાર્યવાહી કરી હતી. ત્યારે લાભાર્થીઓએ પ્રાથમિક સુવિધાની સમસ્યાનું ધ્યાન દોર્યું હતું. જોકે તેની સામે કોઇ કાર્યવાહી કરાઇ ના હતી. છતનો ભાગ તૂટ્યો ત્યારે હવે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? હલકી કક્ષાની કામગીરી કરનાર કોન્ટ્રાકટર, જવાબદાર અધિકારીઓ સામે પગલા લેશે? તેવો સવાલ સ્થાનીકોએ ઉઠાવ્યો છે.

0 Response to "કિશનવાડીમાં આવાસના મકાનની છતનો ભાગ તૂટ્યો, તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે?;"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel