-->
PM મોદી ગુજરાતના કાપડ ઉદ્યોગને આપી શકે છે મોટી ભેટ!

PM મોદી ગુજરાતના કાપડ ઉદ્યોગને આપી શકે છે મોટી ભેટ!


PM મોદી ગુજરાતના કાપડ ઉદ્યોગને આપી શકે છે મોટી ભેટ!


નવસારીમાં આકાર પામશે દેશનો પહેલો ટેક્સટાઈલ પાર્ક
નવસારી જિલ્લામાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાની તૈયારીઓ, સરવે સહિતની કામગીરી પૂર્ણ.


PM-MITRA યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ આ પ્રોજેક્ટનું જાતે હેન્ડલિંગ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે આ પ્રજેક્ટ હેઠળની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. નવસારી જિલ્લામાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બાબતે સર્વે અને વેપારની તકની સોધ માટે સર્વે સહિતની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે. ત્યારે એક જ સ્થળે કાપડના દોરાથી લઈ કાપડ બનાવવવા સુધીની કામગીરી થઈ શકે અને સુવિધાઓ વધે તે માટે ટેક્સટાઈલ પાર્ક બની રહ્યો છે. જેનાથી ઉત્પાદકોને બજાર અને સપોર્ટ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.

નવસારી જિલ્લા કલેક્ટરની ટીમ વાસી બોરસી ગામમાં આ પ્રોજેક્ટ આકાર પામે તેવા પ્રયાસ દેખાઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે જમીન અને સંભવિત વેપાર તકોને જાણવા અને સમજવા માટે કેન્દ્રના ટેક્સટાઈલ મંત્રાલયની ટીમ, સુરતના ટેક્સટાઈલ ક્ષેત્રની ટીમ અને નવસારી જિલ્લા કલેક્ટરે વાસી બોરસી ગામની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સર્વે સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.



0 Response to "PM મોદી ગુજરાતના કાપડ ઉદ્યોગને આપી શકે છે મોટી ભેટ!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel