-->
રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા

 

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા




રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગરમીમાંથી રાહત મેળવવા ભૂલકાંઓ ઘરમાંથી બહાર નીકળી વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. શહેરના મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

શહેરના આ વિસ્તારોમાં પાણી ભરાયા
રાજકોટમાં ધોધમાર વરસાદથી મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના મવડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે તો અમુક સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આથી લોકો હેરાન-પરેશાન બન્યા છે. બીજી તરફ સાધુ વાસવાણી રોડ પર દોઢ-દોઢ ફૂટ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. વાહનો બંધ પડતા લોકોએ દોરીને વાહન લઇ જવાની ફજર પડી હતી. આ ઉપરાંત રૈયા રોડ, ધરમનગર વિસ્તારમાં પણ રસ્તા પર દોઢ-દોઢ ફૂટ પાણી ભરાયા હતા.

મવડી ઓવરબ્રિજ નજીક પાણી ભરાયું
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક ઓવરબ્રિજ નજીક પાણી ભરાયા છે. આથી ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યા છે. વાહનચાલકો પરેશાન બન્યા છે. તેમજ બાળકો વરસાદી પાણીમાં ન્હાવાની મજા માણતા નજરે પડ્યા હતા.



પડધરી પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી
જ્યારે પડધરી પંથકમાં આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણી પાણી થયા છે. પડધરીનાં ખોડાપીપર, જીવાપર, વિભાણીયા, ખાખરા અને હડમતીયા ગામમાં વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. આવતીકાલે ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરશે. રાજકોટના કુચીયાદડ, બેટી, રામપરા, પારેવાળા, બામણબોર, નવાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે.



0 Response to "રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel