1 કલાકના લંચ બ્રેકમાં રાહુલ સોનિયાને મળ્યા, પછી EDની ઓફિસે પહોંચ્યા
1 કલાકના લંચ બ્રેકમાં રાહુલ સોનિયાને મળ્યા, પછી EDની ઓફિસે પહોંચ્યા
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, EDના અધિકારીઓએ તેમને 50થી વધુ સવાલ કર્યા હતા. આ પહેલા કોંગ્રેસે આ કાર્યવાહીનો ભારે વિરોધ કર્યો હતો. સવારથી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીમાં વિવિધ જગ્યાએ-જગ્યાએ પોસ્ટર લગાવ્યા હતા. જેની પર લખવામાં આવ્યું હતું- આ રાહુલ ગાંધી છે, નમશે નહિ. દેશના અન્ય હિસ્સાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓએ ધરણા કર્યા હતા.
અટકાયત કરાયેલા નેતાઓને મળવા પહોંચી પ્રિયંકા
પોલીસે રાહુલ ગાંધીની સાથે ED ઓફિસે જઈ રહેલા નેતાઓની અટકાયત કરી છે. તેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલા સહિત ઘણા નેતા સામેલ છે. પ્રિયંકા ગાધીએ તુગલક રોડ પોલીસ સ્ટેશને પહોંચીને આ નેતાઓની મુલાકાત કરી હતી. કોંગ્રેસની ઓફિસથી રાહુલની સાથે ચાલતા નીકળેલા કોંગ્રેસ નેતાઓને એક કિમી પહેલા જ રોકવામાં આવ્યા હતા. જોકે તેઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.
રાહુલ-પ્રિયંકા સાથે નીકળ્યા
રાહુલ હાજર થાય તે પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા અને પાર્ટી નેતાઓની સાથે બેઠક કરી હતી. બેઠક પછી રાજસ્થાનના CM અશોક ગેહલોત, છત્તીસગઢના CM ભૂપેશ બધેલ સહિત પાર્ટીના સાંસદ અને અન્ય નેતાઓની સાથે તેઓ ચાલતા જ નીકળ્યા હતા. પોલીસે બેરિકેડ લગાવીને કોંગ્રેસની માર્ચને રોકી લીધી હતી. નેતાઓને આગળ જવા દેવાયા નહોતા.
EDની ઓફિસની પાસે થ્રી-લેયર સુરક્ષા છે. પ્રથમ લેયરની પાસે જ પોલીસે કોંગ્રેસની માર્ચને રોકી લીધી હતી. અહીં કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ પહેલા સોમવારે સવારે રાહુલ ગાંધીની તપાસના વિરોધમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની દિલ્હી પોલીસે કોંગ્રેસ મુખ્યાલયથી ધરપકડ કરી હતી. પોલીસ કોંગ્રેસીઓને બસમાં બેસાડીને લઈ ગઈ હતી. કોંગ્રેસના દેખાવને જોતા દિલ્હી પોલીસે કોંગ્રેસ મુખ્યાલયથી ED ઓફિસ સુધીનો રસ્તો સીલ કરી દીધો હતો.

0 Response to "1 કલાકના લંચ બ્રેકમાં રાહુલ સોનિયાને મળ્યા, પછી EDની ઓફિસે પહોંચ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો