રાજ્યમાં ચોમાસાના શ્રીગણેશ, આગામી 48 કલાકમાં આખા રાજ્યમાં બેસી જાય તેવી સંભાવના
રાજ્યમાં ચોમાસાના શ્રીગણેશ, આગામી 48 કલાકમાં આખા રાજ્યમાં બેસી જાય તેવી સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે.
રાજ્યના લોકો અને ખાસ કરીને ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે ક્ષણ આવી ચૂકી છે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન (Gujarat Monsoon onset) થઈ ગયું છે. હવામાન વિભાગ (Meteorological Department) તરફથી આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત સુધી રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. આગામી બે દિવસમાં આખા રાજ્યમાં ચોમાસું બેસી શકે છે. આ સાથે જ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી (Gujarat rain forecast) આપવામાં આવી છે.
વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. 17મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે. હવામાન વિભાગની એવું પણ કહેવું છે કે આગામી 48 કલાક સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો તે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં પ્રી-મોન્સૂન માં જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 11 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જ્યારે એક તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન મહીસાગરના સંતરામપુર માં 76 એમએમ વરસાદ પડ્યો છે.

0 Response to "રાજ્યમાં ચોમાસાના શ્રીગણેશ, આગામી 48 કલાકમાં આખા રાજ્યમાં બેસી જાય તેવી સંભાવના"
ટિપ્પણી પોસ્ટ કરો