-->
સતત ચોથા દિવસે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, અડધા કલાકમાં 1 ઇંચ; પડધરી પંથકના ખેતરો પાણી પાણી

સતત ચોથા દિવસે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, અડધા કલાકમાં 1 ઇંચ; પડધરી પંથકના ખેતરો પાણી પાણી

 

સતત ચોથા દિવસે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, અડધા કલાકમાં 1 ઇંચ; પડધરી પંથકના ખેતરો પાણી પાણી





રાજકોટ જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને સાંજ પડતા જ રાજકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના કેનાલ રોડ, બસસ્ટેન્ડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. બીજી તરફ પડધરીમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. યાજ્ઞીક રોડ પર દોઢ-દોઢ ફૂટ પાણી રસ્તા પર ભરાય ગયા છે. શહેરમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.



વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
પડધરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. પડધરી તાલુકાના અનેક ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. પડધરી-રાજકોટ હાઇવે અને પડધરી-જામનગર હાઇવે પર આવેલા અનેક ગામડાઓમાં સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


ગોંડલમાં વરસાદી ઝાપટું વરસ્યું
ગોંડલમાં આજે સતત ચોથા દિવસે મેઘરાજાની પધરામણી થઈ હતી. ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગઇકાલે જ ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ખેડૂતોએ વાવણી કરી લેતા આજે ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.



ગઇકાલે રાજકોટમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો
ગઇકાલે રાજકોટ શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના મવડી વિસ્તારમાં દોઢ-દોઢ ફૂટ સુધી પાણી ભરાયા હતા. આ ઉપરાંત ધરમનગર, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.



0 Response to "સતત ચોથા દિવસે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, અડધા કલાકમાં 1 ઇંચ; પડધરી પંથકના ખેતરો પાણી પાણી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel