-->
વડોદરામાં 17થી 18 કલાક પેઇન્ટિંગ્સ કરી રહી છે યુવક-યુવતીઓની ટીમ, વડોદરાના હેરિટેજ સ્થળો અને ગરબાને સ્થાન અપાયું

વડોદરામાં 17થી 18 કલાક પેઇન્ટિંગ્સ કરી રહી છે યુવક-યુવતીઓની ટીમ, વડોદરાના હેરિટેજ સ્થળો અને ગરબાને સ્થાન અપાયું

 

વડોદરામાં 17થી 18 કલાક પેઇન્ટિંગ્સ કરી રહી છે યુવક-યુવતીઓની ટીમ, વડોદરાના હેરિટેજ સ્થળો અને ગરબાને સ્થાન અપાયું





વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ વડોદરામાં જનસભાને સંબોધિત કરવાના છે, ત્યારે શહેરના એક નવો જ લુક આપવામાં આવી રહ્યો છે. જેમાં બ્રિજ અને તેના પિલર પર શહેરના હેરિટેજ તેમજ સંસ્કારી નગરીની ઓળખને દર્શાવવામાં આવી રહી છે. આ માટે વિદ્યાર્થીઓ એક ગ્રુપ કામ કરી રહ્યું છે અને તેમાં યુવતીઓ પણ 17થી 18 કલાક કામ કરી રહી છે.

સમગ્ર રૂટ પર ભાજપના ઝંડા લાગી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે વડોદરામાં રોડ શો નહીં કરે પણ તેમને આવકારવા માટે સમગ્ર શહેર થનગની રહ્યું છે. વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટથી જનસભા યોજાવાની છે તે લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રોડ રિસર્ફેસ કરવામાં આવ્યા છે. તેમજ વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું છે. આ રૂટ પરના બંને બાજુ તમામ સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવ્યા છે. તેમજ સમગ્ર રૂટ પર ભાજપના ઝંડા લાગી ગયા છે. એરપોર્ટ સર્કલ પર વડાપ્રધાન મોદીના કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે અને ચારેતરફ ભાજપના ઝંડા નજર આવી રહ્યા છે.


નેશનલ હાઇવેથી શણગાર
વડાદરાના આંગણે પ્રસંગ હોવાથી છેક નેશનલ હાઇવેથી જ શણગાર કરવામાં આવી રહ્યો છે. જેમાં દુમાડ ચોકડી પર આવેલ નેશનલ હાઇવેના પિલર પર વડોદરાના હેરિટેઝ લક્ષ્મી વિલાસ પેલેસ, ગરબા, પેલેસના ગેટ, ઘોડા પર બેઠેલા સર સયાજીરાવ, વડોદરા રેલવે સ્ટેશનના પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે.


0 Response to "વડોદરામાં 17થી 18 કલાક પેઇન્ટિંગ્સ કરી રહી છે યુવક-યુવતીઓની ટીમ, વડોદરાના હેરિટેજ સ્થળો અને ગરબાને સ્થાન અપાયું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel