-->
દીપિકા પાદુકોણને ગભરામણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી

દીપિકા પાદુકોણને ગભરામણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી

 

દીપિકા પાદુકોણને ગભરામણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી




બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં હૈદરાબાદમાં અપકમિંગ ફિલ્મ 'પ્રોજેક્ટ K'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન એવા સમાચાર વહેતા થયા હતા કે દીપિકાને ગભરામણ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. દીપિકાને હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ડિસ્ચાર્જ બાદ એક્ટ્રેસ નોવોટેલ હોટલમાં ડૉક્ટર્સની દેખરેખ હેઠળ હતી. તબિયત ઠીક થતાં જ દીપિકાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

રૂટિન ચેકઅપ માટે ગઈ હતી
દીપિકાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી તે વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. કેટલાંક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાને એડમિટ કરી હોવાની વાત સાચી નથી. ત્રણ દિવસ પહેલાં દીપિકા જનરલ ચેક-અપ માટે ગઈ હતી. તેને ગભરામણ થતી નહોતી અને તેને હૃદય સંબંધિત કોઈ સમસ્યા નહોતી. તે હાલમાં એકદમ સ્વસ્થ છે.



શૂટિંગ કરી રહી છે
દીપિકા હાલમાં રામોજી રાવ ફિલ્મસિટીમાં શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ છે. ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરે છે. ફિલ્મમાં પ્રભાસ-દીપિકા ઉપરાંત અમિતાભ બચ્ચન, દિશા પટની પણ મહત્ત્વના રોલમાં છે. દીપિકા હૈદરાબાદમાં એક મહિના સુધી શૂટિંગ કરશે.

હાલમાં જ તિરુપતિના મંદિરે ગઈ હતી
દીપિકાએ પિતા પ્રકાશ પાદુકોણના 67મા જન્મદિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું. દીપિકાની માતા ઉજ્જાલા પાદુકોણ તથા બહેન અનીષા પણ સાથે હતા. દીપિકાના પિતા દર વર્ષે જન્મદિવસે તિરુપતિના મંદિરે દર્શન કરવા જાય છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા એક્ટર શાહરુખ-જ્હોન સાથે ફિલ્મ 'પઠાન'માં જોવા મળશે. આ ઉપરાંત તે હૃતિક રોશન સાથે 'ફાઇટર'માં કામ કરી રહી છે. અમિતાભ બચ્ચન સાથે 'ધ ઇન્ટર્ન'માં કામ કરશે.




0 Response to "દીપિકા પાદુકોણને ગભરામણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel