વડોદરાના નંદેસરીમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી, 10થી 15 કિમી દૂર સુધી ધડાકા સંભળાયા
વડોદરાના નંદેસરીમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી, 10થી 15 કિમી દૂર સુધી ધડાકા સંભળાયા
વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે સાંજે 6 વાગ્યા આસપાસ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ પહોંચ્યું છે અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આગની ઘટના હાલમાં કેટલી જાનહાનિ કે ઇજા થઇ તે અંગેની તપાસ જારી છે. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે.
ધડાકા 10થી 15 કિમીના વિસ્તારમાં સંભળાયા
વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં દિપક નાઇટ્રેટ કંપનીમાં કામગીરી દરમિયાન એક પ્લાન્ટનું બોઇલર આરટીઓ હતું જેના કારણે એક પછી એક એવા 8 ધડાકા થયા હતા અને આ ધડાકા આજુબાજુના 10થી 15 કિમીના વિસ્તારમાં સાંભળવા મળતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
15 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા
ભારે ધડાકા સાથે લાગેલી ભીષણ આગના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આ બનાવની જાણ પ્રાથમિક રીતે ફ્રી ફાયર બ્રિગેડને થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ, આ ભીષણ આગ એમ વધુ રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં આગ કાબુમાં આવે તેવી શક્યતા નહીં લાગતા વડોદરા ફાયરબ્રિગેડ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઇટરોની મદદ લીધી છે અને એક સાથે 15 જેટલા ફાયર ફાઈટરો આગ બુઝાવવાના કામે લગાડવામાં આવ્યા હતા.

0 Response to "વડોદરાના નંદેસરીમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી, 10થી 15 કિમી દૂર સુધી ધડાકા સંભળાયા"
ટિપ્પણી પોસ્ટ કરો