વડોદરા: ગોરવાની ટીપી સ્કીમ નંબર 10ના રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી, 55 દબાણ હટાવ્યા
વડોદરા: ગોરવાની ટીપી સ્કીમ નંબર 10ના રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી, 55 દબાણ હટાવ્યા
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ટીપી સ્કીમ નંબર 10નો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખોલવામાં આવતો ન હતો તે રસ્તો આજે ખોલવામાં આવ્યો હતો અને રસ્તાને નડતરરૂપ 56 જેટલા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખા અને ટી.પી શાખાના સંયુક્ત ઉપક્રમે ટીપી 10માં રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરીનું નિરીક્ષણ મેયર કેયુરભાઈ રોકડીયા અને ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયાએ કર્યું હતું.
વડોદરા શહેરના ગોરવા આઇતીઆઇ થી લોટસ પ્લાઝા તરફ જવાના રસ્તે ટીપી સ્કીમ નંબર 10નો અમલ કરવાના ભાગરૂપે આજે કોર્પોરેશન દ્વારા આ વિસ્તારની આવેલી સોસાયટીઓના 56 જેટલા રસ્તાને નડતરરૂપ દિવાનો અને ઓટલા તોડવાની કામગીરી કરવામાં આવી હતી પ્રારંભમાં દબાણ શાખા અને સ્થાનિક રહીશો વચ્ચે ચકમક પણ થઇ હતી જ્યાં પોલીસે દરમિયાનગીરી કરી કામગીરી શરૂ કરાવી હતી.
સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારના ટીપી સ્કીમ નંબર 10ના ગોરવા આઇટીઆઇ વિસ્તારનો રસ્તો ખુલ્લો થતાં લોકોને અવરજવર કરવામાં વધુ સુવિધા પ્રાપ્ત થઇ છે.
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે ત્રણ દિવસ અગાઉ વર્ષોથી રસ્તો ખુલ્લો થયો ન હતો તેવા સુભાનપુરા વિસ્તારનો પણ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો
0 Response to "વડોદરા: ગોરવાની ટીપી સ્કીમ નંબર 10ના રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી, 55 દબાણ હટાવ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો