-->
વડોદરા: શહેરના ઉત્તર ઝોનમાં 13 વિસ્તારોમાં દુષિત પાણીની સૌથી વ્યાપક સમસ્યા

વડોદરા: શહેરના ઉત્તર ઝોનમાં 13 વિસ્તારોમાં દુષિત પાણીની સૌથી વ્યાપક સમસ્યા

 

વડોદરા: શહેરના ઉત્તર ઝોનમાં 13 વિસ્તારોમાં દુષિત પાણીની સૌથી વ્યાપક સમસ્યા





- આ 13 વિસ્તારોમાંથી 8 તો માત્ર વોર્ડ નંબર 13 ના જ છે

- જેની 45 હજારની વસ્તી આ સમસ્યાથી પરેશાન છે

- નવાપુરા પંપીંગ સ્ટેશન બરાબર કામ કરતું ન હોવાથી દુષિત પાણીની સમસ્યા

- હવે કોર્પોરેશન ઉત્તર ઝોન માટે દૂષિત પાણીના પ્રશ્નો ઉકેલવા 3.69 કરોડ ખર્ચ કરશે

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા વ્યાપક બની છે. લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને મળે છે તો શરૂઆતની મિનિટો સુધી પાણી દૂષિત આવતું રહેતું હોવાથી લોકોને તે જવા દેવું પડે છે, કારણ કે તે ભરી શકાય તેવું પણ હોતું નથી શહેરના ઉત્તર ઝોનમાં 13 વિસ્તારોમાં આ પ્રશ્ન વ્યાપક છે. વારંવાર દૂષિત પાણી મળવું, એક સાથે અસંખ્ય ઘરમાં આવું પાણી આવવું તેમજ પાણી પુરવઠા વિભાગ અને પબ્લિક હેલ્થ લેબોરેટરીના રેકોર્ડ મુજબ શહેરમાં 34 સ્થળો દૂષિત પાણીની સમસ્યાથી ગ્રસ્ત હોવાનું શોધી કાઢ્યું છે. આ 34 સ્થળોમાં 13 ઉત્તર ઝોનમાં આવેલા છે. આ 13 સ્થળોમાંથી માત્ર વોર્ડ નંબર 13માંજ 8 સ્થળો છે. જેની આશરે 45 હજાર જેટલી વસ્તી છે. જે ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. કોર્પોરેશનમાં રોજ આ વિસ્તારની ફરિયાદ હોય છે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ નવાપુરા પંપીંગ સ્ટેશન બરાબર કામ કરતું નથી. મોટરો ક્ષમતા મુજબ નથી. કુવો ભરેલો રહે છે અને તેના લીધે લાઈનો ભરેલી હોવાથી પાણીમાં ગટરનું દૂષિત પાણી ભરેલું રહે છે, અને આ સમસ્યા ઊભી થાય છે. માત્ર પ્રેશર લાઈન બદલવાથી કામ થવાનું નથી. કૂવો ખાલી રહેવો જોઈએ અને મોટરો બદલવી જોઈએ. જે 8 સ્થળો છે તેમાં કેવડા બાગ સુધીની લાઈન, નવાપુરા અન્સારી મહોલ્લો, ભાટ ફળિયા, મરાઠી મહોલ્લો, આર વી દેસાઈ રોડ, ગોદડીયા વાસ, રબારીવાસ, એસઆરપી ગેટ અને કેવડાબાગ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. કોર્પોરેશન હવે આ વિસ્તારમાં નવી લાઈન નાખવા ઉપરાંત વ્યક્તિગત કાયદેસરના કનેક્શનના પાઈપ બદલશે, તૂટેલી ડ્રેનેજ લાઈન રિપેર કરશે, મેનહોલ ડ્રેનેજ ચેમ્બર રીપેર કરશે. ઉત્તર ઝોનમાં દૂષિત પાણીનો પ્રશ્નો ઉકેલવા 3.69 કરોડ ખર્ચ કરાશે. 34 સ્થળો પાછળ 8.99 કરોડના ખર્ચે કામગીરી કરાશે.

0 Response to "વડોદરા: શહેરના ઉત્તર ઝોનમાં 13 વિસ્તારોમાં દુષિત પાણીની સૌથી વ્યાપક સમસ્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel