આજનું ભવિષ્ય તા.12-6-2022, રવિવાર
આજનું ભવિષ્ય તા.12-6-2022, રવિવાર
મેષ : આપના કામમાં સાનુકૂળતા-સફળતા મળી રહે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. મહત્વના નિર્ણય લઈ શકાય.
વૃષભ : સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ આપના કાર્યમાં રૂકાવટ ઉભી કરવાના પ્રયત્નો કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મિથુન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતના આધારે આપના કાર્યનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
સિંહ : જૂના સ્વજન-સ્નેહિ, મિત્રવર્ગની મિલન-મુલાકાતથી આનંદ જણાય. આપના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.
કન્યા : કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય.
તુલા : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. જાહેરક્ષેત્રના કામ અંગે, સંસ્થાકીય કામ અંગે વ્યસ્તતા રહે.
વૃશ્ચિક : દિવસ દરમ્યાન ઉચાટ-ઉદ્વેગ, વિચારોની અસ્વસ્થતા જણાય. આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થાય નહીં.
ધન : સંતાનના સાથ-સહકારથી કામકાજનો સરળતાથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક - ઘરાકીથી લાભ-ફાયદો રહે.
મકર : સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા જણાય. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહે. આનંદ રહે.
કુંભ : દેશ-પરદેશના કાર્યમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય. આપના કાર્યમાં સહકાર્યકરવર્ગ નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
મીન : આપના કાર્યમાં મુશ્કેલી જણાય. કામમાં કોઈને કોઈ કારણસર વિલંબ થયા કરે. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
0 Response to "આજનું ભવિષ્ય તા.12-6-2022, રવિવાર"
ટિપ્પણી પોસ્ટ કરો