-->
કોંગ્રેસે રાજકોટમાં રહેતા નરેન્દ્ર સોલંકીને ગુજરાત NSUIની કમાન સોંપી, હવે નવું માળખું ઊભું કરાશે

કોંગ્રેસે રાજકોટમાં રહેતા નરેન્દ્ર સોલંકીને ગુજરાત NSUIની કમાન સોંપી, હવે નવું માળખું ઊભું કરાશે

 

કોંગ્રેસે રાજકોટમાં રહેતા નરેન્દ્ર સોલંકીને ગુજરાત NSUIની કમાન સોંપી, હવે નવું માળખું ઊભું કરાશે





નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની કોંગ્રેસ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખની જગ્યા ખાલી હતી. જે માટે 3 મહિના અગાઉ ઇન્ટરવ્યૂ પણ થયા હતા અને હવે આખરે પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. હવે નવું માળખું પણ ઉભું કરવામાં આવશે.

દિલ્હીમાં બે નામ ચર્ચામાં હતા
NSUIનું ગુજરાતનું માળખું વિખેરવામાં આવ્યું હતું. હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા NSUIના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ માહિપાલસિંહ ગઢવીની પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થયો હોવા છતાં 1 વર્ષ જેટલો વધારાનો સમય પણ તેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. દિલ્હીમાં થયેલા ઇન્ટરવ્યૂ બાદ નરેન્દ્ર સોલંકી અને સંજય સોલંકીના નામ સામે આવ્યા હતા અને હવે આ બંને નામમાંથી નરેન્દ્ર સોલંકીના નામ પર મહોર લગાવી છે.

રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે
નરેન્દ્ર સોલંકી મૂળ કોડીનારના છે અને રાજકોટમાં રહે છે. રાજકોટમાં તેઓ અભ્યાસ પણ કરી રહ્યા છે. તેઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે એટલે કે કોંગ્રેસ દ્વારા એક સામાન્ય વિદ્યાર્થીની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

0 Response to "કોંગ્રેસે રાજકોટમાં રહેતા નરેન્દ્ર સોલંકીને ગુજરાત NSUIની કમાન સોંપી, હવે નવું માળખું ઊભું કરાશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel