-->
મેઘરાજાએ ભીમ અગિયારસનું મૂહર્ત સાચવ્યું, સૌરાષ્ટ્ર દક્ષિણ પર ઓળઘોળ થયા

મેઘરાજાએ ભીમ અગિયારસનું મૂહર્ત સાચવ્યું, સૌરાષ્ટ્ર દક્ષિણ પર ઓળઘોળ થયા

 

મેઘરાજાએ ભીમ અગિયારસનું મૂહર્ત સાચવ્યું, સૌરાષ્ટ્ર દક્ષિણ પર ઓળઘોળ થયા



સૌરાષ્ટ્રના અને ઉત્તરગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ મેઘરાજાની પધરામણી થઇ હતી. ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસુ જામી રહ્યું છે ત્યારે ભીમ અગિયારસનું આજે મુહર્ત સાચવવા માટે મેઘરાજાએ પધરામણી કરી હતી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં વરસાદ પડ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય ગુજરાતમાં ગાંધીનગરમાં વરસાદ નોંધાયો હતો. 54 મિ.મી થી લઇને 1 મિ.મી જેટલો વરસાદ નોંધાયો હતો. 


અત્રે ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર પણ થોડા સમય માટે હળવો વરસાદ પડ્યો હતો. જો કે કેટલાક ગણ્યા ગાંઠ્યા વિસ્તારમાં જ આ વરસાદ પડ્યો હતો. એસજી હાઇવેના વૈષ્ણોદેવી સહિતનાં વિસ્તારમાં વરસાદના આગમનને પગલે લોકોમાં ખુશી જોવા મળી હતી. લાંબા સમયથી ગરમીમાં શેકાઇ ચુકેલા અમદાવાદીઓ ન્હાવા માટે તૈયાર થાય તે પહેલા મેઘરાજાએ ચાલતી પકડી હતી. જો કે વરસાદને પગલે ગરમીમાં આંશિક રાહત મળતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. 



0 Response to "મેઘરાજાએ ભીમ અગિયારસનું મૂહર્ત સાચવ્યું, સૌરાષ્ટ્ર દક્ષિણ પર ઓળઘોળ થયા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel