કુંકાવાવના વિદ્યાર્થીએ એસિડ પીધું, પિતાએ રાજકોટમાં ધો.12નો અભ્યાસ કરવો પડશે કહેતા માઠું લાગતા પગલું ભર્યું
કુંકાવાવના વિદ્યાર્થીએ એસિડ પીધું, પિતાએ રાજકોટમાં ધો.12નો અભ્યાસ કરવો પડશે કહેતા માઠું લાગતા પગલું ભર્યું
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના ધો.11ના વિદ્યાર્થીએ એસીડ પી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઇ ગઈ છે. આ અંગે તાલુકા પોલીસ તપાસ હાથ ધરતા પિતાએ ધો.12નો અભ્યાસ રાજકોટમાં જ કરવો પડશે તેવું કહેતા માઠુ લાગતા આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.
ધો.11 સુધીનો અભ્યાસ રાજકોટમાં કર્યો હતો
પ્રાપ્ત વિગત મુજબ લુણીધાર રહેતાં 17 વર્ષીય ધો.11ના વિદ્યાર્થીએ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ જયદિપસિંહે પ્રાથમિક કાર્યવાહી કરી હતી. મૃતક વિદ્યાર્થી માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. મૃતક વિદ્યાર્થી ધો.11 સુધી રાજકોટમાં SKP સ્કૂલમાં ભણ્યો હતો. હવે તે 12માં ધોરણમાં આવ્યો હતો. પરંતુ તેને હવે અહીં રહીને ભણવું ન હોય પિતાએ રાજકોટમાં જ ભણવું પડશે તેમ જણાવતાં માઠુ લાગી જવાથી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
0 Response to "કુંકાવાવના વિદ્યાર્થીએ એસિડ પીધું, પિતાએ રાજકોટમાં ધો.12નો અભ્યાસ કરવો પડશે કહેતા માઠું લાગતા પગલું ભર્યું"
ટિપ્પણી પોસ્ટ કરો