-->
ધો.10માં પાસિંગ માર્ક લાવનારાને ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મળશે; રાજ્યની 144 કોલેજોની 66 હજાર બેઠકો પર નિર્ણયનો અમલ

ધો.10માં પાસિંગ માર્ક લાવનારાને ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મળશે; રાજ્યની 144 કોલેજોની 66 હજાર બેઠકો પર નિર્ણયનો અમલ

 

ધો.10માં પાસિંગ માર્ક લાવનારાને ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મળશે; રાજ્યની 144 કોલેજોની 66 હજાર બેઠકો પર નિર્ણયનો અમલ






રાજ્યની 144 કોલેજોની 66 હજાર બેઠકો પર ધોરણ 10માં પાસિંગ માર્કસ મેળવતા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઈજનરી કોલેજોમાં પ્રથમ વર્ષમાં સીધો પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરના 15 મેના અંકમાં પ્રસિદ્ધ કરાયો હતો.


એસીપીડીસીની એપ્રુવલ પ્રોસેસ હેન્ડબુકની શૈક્ષણિક વર્ષ 2022-23ની માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લાઓની ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે મુજબ ધો.10માં પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મળશે. અગાઉ ધો.10માં સરેરાશ 35 ટકા મેળવનારાને જ પ્રવેશ અપાતો હતો. રાજ્યની ડિપ્લોમા ઈજનેરીની 144 કોલેજોમાં બીજા વર્ષની 34,000થી વધુ બેઠકો પર બે વર્ષના પ્રમાણપત્ર ધારકો કોઈ પણ બ્રાન્ચમાં પ્રવેશની જાહેરાતથી આશરે 50 હજાર વિદ્યાર્થીને લાભ થશે.


આ દસ્તાવેજ જરૂરી

ધો. 10 પાસની માર્કશીટ, ટીઈબી, આઈટીઆઈ, આઈજીટીઆર પાસની માર્કશીટ, જાતિનંુ પ્રમાણપત્ર, ડોમિસાઈલ સર્ટિફિકેટ, માતા-પિતાનંુ આવકનુ પ્રમાણપત્ર, હેન્ડિકેપ હોય તો તેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, અનામત બેઠકનો લાભ લેવા ઈચ્છુક ઉમેદવારે શાળા છોડયાનુ પ્રમાણપત્ર.



0 Response to "ધો.10માં પાસિંગ માર્ક લાવનારાને ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મળશે; રાજ્યની 144 કોલેજોની 66 હજાર બેઠકો પર નિર્ણયનો અમલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel