-->
બાપુનગરમાં સાસરિયાએ 15 લાખ માગ્યા, પાલડીમાં પતિના મોત બાદ જેઠ-જેઠાણીનો ત્રાસ અને 39 લાખ પચાવ્યા

બાપુનગરમાં સાસરિયાએ 15 લાખ માગ્યા, પાલડીમાં પતિના મોત બાદ જેઠ-જેઠાણીનો ત્રાસ અને 39 લાખ પચાવ્યા

 

બાપુનગરમાં સાસરિયાએ 15 લાખ માગ્યા, પાલડીમાં પતિના મોત બાદ જેઠ-જેઠાણીનો ત્રાસ અને 39 લાખ પચાવ્યા






અમદાવાદ શહેરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ગુના નોંધાયા છે. જેમાં એકમાં સાસરિયાઓ દહેજમાં મહિલા પાસે 15 લાખ અને 10 તોલાના સોનાના દાગીના માંગીને ઘરમાંથી કાઢી મૂકી છે. જ્યારે એક કિસ્સામાં મહિલાના પતિનું મોત થતાં સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો અને મહિલાના પતિ તથા પિતાના લાખો રૂપિયા જેઠે લઈને પરત આપ્યા નહોતા અને મહિલાને ઘરમાં પ્રવેશ પણ આપ્યો નથી. બંને મામલે મહિલા પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સાસરિયાનો દહેજ માટે પરિણીતાને ત્રાસ
શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતી એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે, લગ્નના થોડા સમય સુધી સાસરિયાઓ સારું રાખતા હતા. જે બાદ પતિ અને સાસરિયાઓ દહેજની માંગણી કરતા હતા. સાસરિયા દ્વારા અવારનવાર દહેજની માંગણી કરીને ત્રાસ આપવામાં આવતો હતો. સાસરિયાઓ દહેજમાં 15 લાખ અને 10 તોલા સોનાના દાગીનાની માંગણી કરી હતી. પરિણીતા દાગીના ના લાવતા પતિએ માર મારીને મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલા પોતાના પિયરમાં રહેવા લાગી હતી અને અંતે કંટાળીને મહિલાએ પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પતિના મોત બાદ સાસરિયાઓનો ત્રાસ
પાલડીમાં રહેતી મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે કે, મહિલાના સાસુ તથા જેઠ-જેઠાણી દ્વારા તેને હેરાન પરેશાન કરવામાં આવે છે. જેઠે મહિલાના પિતા પાસેથી ધંધાના નામે અલગ-અલગ કરીને કુલ 39 લાખ રૂપિયા લીધા હતા, જે પરત આપ્યા નહોતા. આ ઉપરાંત મહિલાના પતિ 14 લાખનું સોનુ સહિતના પૈસા પણ લીધા હતા. મહિલાના પતિનું મોત થયું હતું, જેથી તે સમયે મહિલાએ પૈસા ન માંગ્યા પરંતુ હવે પૈસા માંગતા પૈસા પણ પરત આપ્યા નહોતા. મહિલાના પતિનું અવસાન થતાં મહિલાને ઘરમાં પણ પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. જેથી મહિલાએ સાસુ તથા જેઠ-જેઠાણી વિરુદ્ધમાં ઘરેલુ હિંસા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

0 Response to "બાપુનગરમાં સાસરિયાએ 15 લાખ માગ્યા, પાલડીમાં પતિના મોત બાદ જેઠ-જેઠાણીનો ત્રાસ અને 39 લાખ પચાવ્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel