આજનું ભવિષ્ય તા.16-6-2022, ગુરૂવાર
આજનું ભવિષ્ય તા.16-6-2022, ગુરૂવાર
મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. આપના કાર્યમાં નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
વૃષભ : આપે તન-મન-ધનથી - વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-દોડધામ-ખર્ચ જણાય.
મિથુન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આનંદ-ઉત્સાહ રહે. સંસ્થાકીય જાહેરક્ષેત્રનું કામ જણાય.
કર્ક : આપે રાજકીય-સરકારી કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડનો અનુભવ થાય.
સિંહ : આપના કાર્યમાં આકસ્મિક સરળતા-સાનુકૂળતા મળી રહે. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા જણાય.
કન્યા : આપના કાર્યમાં રૂકાવટ-વિલંબના લીધે હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવે. મિત્રવર્ગની ચિંતા રહે. દોડધામ જણાય.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થાય. અડોશ-પડોશના, સગા-સંબંધીના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામ અંગે પણ આપે સમય કાઢવો પડે. દોડધામ-શ્રમમાં વધારો થાય.
ધન : આપના અગત્યના કામકાજનો ઉકેલ લાવી શકો. સંસ્થાકીય કામ અંગે વ્યસ્તતા રહે. મિલન-મુલાકાતમાં સરળતા જણાય.
મકર : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના કામમાં આપે ધીરજ રાખવી. ખર્ચ જણાય.
કુંભ : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકીથી હર્ષ-લાભ રહે.
મીન : આપના કામની સાથે મિત્રવર્ગના-સગા-સંબંધી વર્ગના કામ અંગે વ્યસ્તતા જણાય. જમીન-મકાનના કામમાં સાનુકૂળતા રહે.
0 Response to "આજનું ભવિષ્ય તા.16-6-2022, ગુરૂવાર"
ટિપ્પણી પોસ્ટ કરો