-->
આર્મીમાં અગ્નિપથ રિક્રુટમેન સ્કિમનો સુરતમાં વિરોધ, સડક સે સરહદ તક ગ્રુપે કહ્યું- '4 વર્ષ પછી યુવાનોને છૂટા કરાશે'

આર્મીમાં અગ્નિપથ રિક્રુટમેન સ્કિમનો સુરતમાં વિરોધ, સડક સે સરહદ તક ગ્રુપે કહ્યું- '4 વર્ષ પછી યુવાનોને છૂટા કરાશે'

 

આર્મીમાં અગ્નિપથ રિક્રુટમેન સ્કિમનો સુરતમાં વિરોધ, સડક સે સરહદ તક ગ્રુપે કહ્યું- '4 વર્ષ પછી યુવાનોને છૂટા કરાશે'





સુરતમાં આર્મીમાં જોડાવા માટે ઈચ્છુક યુવાનો સડક સે સરહદ તક ગ્રુપમાં એકત્રિત થાય છે. આ ગ્રુપના અનેક યુવાનો સેનામાં ભરતી થઈને દેશની સેવા કરી રહ્યા છે. જે યુવાનો સેનામાં ભરતી થવા માટે તૈયારી કરી રહ્યા છે. તેમના દ્વારા કેન્દ્ર સરકારની અગ્નિપથ સ્કિમનો વિરોધ કરવામાં આવ્યો છે. સેનામાં ભરતી થવા માટે દરેક યુવાન ચારથી પાંચ વર્ષ સુધી સખત મહેનત કરે છે. ત્યારબાદ તે સેનામાં ભરતી થાય છે. સરકાર માત્ર ચાર વર્ષ સુધીની જ તેમની સેવા લઈને તેમને 30થી 40 હજાર જેટલો પગાર આપશે. ત્યારબાદ જે યુવાનો ભરતી થશે તેના 75 ટકા જેટલા યુવકોને ફરજ મુક્ત કરવાની વાત કરી રહી છે. જે દેશના યુવાનો સાથે અન્યાય છે.


સ્કિમ લોન્ચ કરાઈ
કેન્દ્રનાં સંરક્ષણ મંત્રાલય દ્વારા આર્મીમાં યુવાનોની ભરતી માટે મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે અગ્નિપથ રિફ્રૂટમેન્ટ સ્કિમ લૉન્ચ કરવામાં આવી છે. આ સ્કિમ અમલમાં આવતા સેનામાં ભરતી માટેના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ સ્કીમ હેઠળ સેનામાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. દર વર્ષે 46000 યુવાનોને સેનામાં નોકરી આપવામાં આવશે. તેમને દર મહિને 300000 કે તેથી અગ્નિવીર વધુ પગાર આપવામાં આવશે . જે સૈનિકોને ફરજમુક્ત કરાશે તેમને નિવૃત્તિ પછી રોજગારી માટે તેમને સુરક્ષાદળો દ્વારા સહાય કરાશે અને સુરક્ષાદળોમાં યોગ્યતા મુજબ નોકરી અપાશે. ફક્ત 25 ટકા યુવાનોને 4 વર્ષ પછી સેનામાં નોકરીમાં રાખવામાં આવશે. ચાર વર્ષની નોકરી છોડ્યા પછી યુવાનોને સેવા નિધિ પેકેજ અપાશે જે રૂ 11.71 લાખનું હશે. આ રકમ ટેક્સ ફ્રી હશે મહિલાઓને પણ અગ્નિપથ સ્કીમ હેઠળ ચાર વર્ષ પછી સેવાનિધિ રૂપિયા ચૂકવવામાં આવશે.




રાબેતા મુજબ ભરતી કરો
આ સ્કીમ હેઠળ ભરતી થયેલા યુવાનોએ આર્મી માટે જમીન પર, નૌકાદળમાં એરફોર્સમાં, રણમાં તેમજ પર્વતો પર ફરજ બજાવવાની રહેશે. સડક સે સરહદ તક ગ્રુપના સભ્ય ગૌરવ પાટીલે જણાવ્યું કે, આ પ્રકારની સ્કિમથી યુવાનોનો ઉત્સાહ નિરસ થશે. જે યુવક અહીં ચારથી પાંચ વર્ષ મહેનત કરતો હોય છે. તે યુવાન દેશની 30 વર્ષ સુધી સેવા કરવાના સ્વપ્ન સાથે જોડાય છે. જો સરકાર આ પ્રકારે માત્ર ચાર જ વર્ષ સુધી તેમને ફરી ઉપર રાખશે તો તેનો સેનામાં ભરતી થવાનો જ ઉદ્દેશ છે તે જ પૂર્ણ થતો નથી. માત્ર ચાર વર્ષ બાદ 25 ટકા યુવાનોને ફરજ ઉપર રાખવામાં આવશે અને અન્યને ફરજ મુક્ત કરી દેશે તો તેના ભાવિને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થશે. ચાર વર્ષ બાદ તેને સારી જગ્યાએ નોકરી મળશે જ એવી કોઈ શક્યતા સ્પષ્ટ દેખાતી નથી. તેથી અમારી સરકારને વિનંતી છે કે, આ પ્રકારની કેમ બંધ કરીને રાબેતા મુજબ જે રીતે ભરતી થાય છે અને જે ફરજના વર્ષો છે તે પ્રમાણે જ સેનામાં ભરતી પ્રક્રિયા થવી જોઈએ.



0 Response to "આર્મીમાં અગ્નિપથ રિક્રુટમેન સ્કિમનો સુરતમાં વિરોધ, સડક સે સરહદ તક ગ્રુપે કહ્યું- '4 વર્ષ પછી યુવાનોને છૂટા કરાશે'"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel