-->
નરેન્દ્ર મોદી 18 જૂને પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરશે અને વડોદરાથી 16,369 કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

નરેન્દ્ર મોદી 18 જૂને પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરશે અને વડોદરાથી 16,369 કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

 

નરેન્દ્ર મોદી 18 જૂને પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરશે અને વડોદરાથી 16,369 કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે




- પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી વિરાસત વનની મુલાકાત કરશે

- વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 18 જૂને બપોરે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ

- વડાપ્રધાનના હસ્તે 18મી જૂને "પોષણ સુધા યોજના"નો રાજ્યના તમામ આદિજાતિ વિસ્તાર જિલ્લાઓમાં વ્યાપ વધારાશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17મી અને 18મી જૂને ગુજરાતમાં છે. આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી. તે અનુસાર વડાપ્રધાન 17મી જૂને ગાંધીનગર રાજભવન રાત્રિ રોકાણ કરશે. 18 જૂને પાવાગઢ ખાતે મા મહાકાળીના દર્શન કરશે. ત્યારબાદ વડોદરા ખાતે રેલવેના વિવિધ પ્રકલ્પોના 16,369 કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.

વડાપ્રધાન રેલવે હસ્તકનાપ્રકલ્પોના લોકાર્પણ કરશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના હસ્તે ગુજરાતને મળનાર ભેટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.16,369 કરોડના વિવિધ 18 પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવનાર છે.

અમદાવાદ- બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ
રેલવે વિભાગ હસ્તકના વિવિધ 18 પ્રકલ્પોમાં પાલનપુર-માદર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ અમદાવાદ- બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. તે ઉપરાંત સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત તથા ગેજ કંવર્જેશન સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાન દ્વારા 8907 આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવશે.

નરેન્દ્ર મોદી મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ
પ્રવક્તા મંત્રીએ મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે, આગામી તા. 17 અને 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. તેઓ 17મી જૂને રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે. 18મી જૂને સવારે 9.15 કલાકે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરીને ત્યાર બાદ 11.30 કલાકે વિરાસત વન(પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે. તેમની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

પોષણ સુધા યોજનાનું વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિસ્તરણ
વડાપ્રધાન આ કાર્યક્રમમાં "પોષણ સુધા યોજના"નુ વિસ્તરણ કરશે તેની વિસ્તૃત માહિતી આપતા મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે વર્ષ 2017-18માં "પોષણ સુધા યોજના" શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલી સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. આ સાથે આર્યન, કેલ્શિયમની ગોળી તથા આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. પ્રાયોગિક ધોરણે હાલ રાજ્યના આદિજાતિ વિસ્તારમાં દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા એમ પાંચ જિલ્લાના 10 ICDS ઘટકમાં સ્પોટ ફીડિંગ કાર્યક્રમ ચાલુ છે. આ યોજનાના સારા પરિણામો મળતા તેનો વ્યાપ વધારીને તમામ બાકી રહેલા આદિજાતિ વિસ્તાર જિલ્લાઓના આદિજાતિ ઘટકોમાં અમલીકરણ કરાશે. આ યોજના માટે વર્ષ-2022-23માં રૂ.118 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અંદાજીત સવા લાખ લાભાર્થીઓને દર મહિને આવરી લેવાશે. યોજનાના અસરકારક મોનિટરિંગ અને રિવ્યૂ માટે મોબાઈલ એપ્લિકેશન પણ બનાવાઈ છે. આ યોજનાના અમલીકરણ થકી ઓછું વજન સાથે જન્મ લેનાર શિશુઓના દરમાં ઘટાડો થશે. તે ઉપરાંત માતા અને નવજાતના પોષણ સ્તરમાં સુધારો થશે તેમજ માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થશે.

10 જૂને PMએ કઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડ, આરોગ્ય વિભાગની 542 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તો 901 કરોડનાં કામોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડ ઊર્જા, 46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનું લોકાર્પણ કર્યું હતું. તો અમદાવાદના બોપલમાં ઈસરોના IN-SPACe સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોપલમાં તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.


0 Response to "નરેન્દ્ર મોદી 18 જૂને પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરશે અને વડોદરાથી 16,369 કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel