રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક દુકાનોનું ભાડું 500માંથી 35 હજાર કરવામાં આવ્યું, નોટિસ પણ પાઠવી
રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક દુકાનોનું ભાડું 500માંથી 35 હજાર કરવામાં આવ્યું, નોટિસ પણ પાઠવી
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પોતાની હસ્તક રહેલી મિલકતના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પોતાના હસ્તકની દુકાનોના ભાડામાં 70 ગણો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે દુકાનનું ભાડું માત્ર રૂ. 500 હતું. તેઓએ આવતા મહિનેથી રૂપિયા 35 હજાર ભાડા લેખે ચૂકવવા પડશે. જે બાબતે તમામ દુકાન ધારકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે. એક મહિનામાં દુકાન ખાલી અથવા તો આવતા મહિનેથી રૂપિયા 35 હજાર ભાડું ચૂકવવા નોટિસ પાઠવવામાં આવી છે.
જિલ્લા પંચાયત અત્યાર સુધી દુકાનદીઠ 500 ભાડુ વસૂલતી
પ્રવર્તમાન જિલ્લા પંચાયતના શાસકો દ્વારા ભાડા બાબતે નક્કર કામગીરી કરવામાં આવશે કે પછી અગાઉના શાસકોની માફક માત્ર નોટિસ ફટકારીને જ સંતોષ માનવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે. ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય માર્ગ સમાન યાજ્ઞિક રોડ પર આવેલી આ તમામ દુકાનધારકો પાસેથી જિલ્લા પંચાયત માત્ર રૂ.500 ભાડા પેટે ઉઘરાવી રહી છે. જ્યારે કે હાલની બજાર કિંમત પ્રમાણે 35થી 40 હજાર રૂપિયા પ્રતિ દુકાનનું ભાડું હોવું જોઈએ..
જિલ્લા પંચાયતમાં યોજાયેલા લોક દરબારમાં અરજદારોમાં નિરૂત્સાહ
રાજકોટ જિલ્લા પંચાયતમાં શાસક ભાજપમાં આંતરિક અસંતોષ અને સંકલનનો અભાવ હોવાના ઉકળાટ બાદ જિલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોરના પગલે આજે પદાધિકારીઓએ સવારે પંચાયત કચેરી ખાતે લોકદરબાર યોજ્યો હતો. જેમાં પ્રમુખ સહિત છ જેટલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉથી જાહેરાત છતા માત્ર ત્રણ-ચાર અરજદા રોજ આવ્યા હતા. લોકદરબારમાં કોઇ અધિકારીઓ હાજર રહ્યા નહોતા. પ્રશ્નો રજૂ કરવા અરજદારોને રસ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. સાથે જ ભાજપના ચૂંટાયેલા 24 પૈકી ગણ્યાં ગાઠ્યાં સભ્યો જ હાજર રહ્યા હતા.
0 Response to "રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક દુકાનોનું ભાડું 500માંથી 35 હજાર કરવામાં આવ્યું, નોટિસ પણ પાઠવી"
ટિપ્પણી પોસ્ટ કરો