-->
આજનું ભવિષ્ય 19-6-2022, રવિવાર

આજનું ભવિષ્ય 19-6-2022, રવિવાર

 


આજનું ભવિષ્ય 19-6-2022, રવિવાર 



મેષ : આપના કાર્યમાં ધીમે ધીમે સાનુકૂળતા થતી જાય. કામના ઉકેલમાં સરળતા મળી રહે. સંતાનના જીવનમાં ચિંતા-પરેશાની ઓછી થાય.

વૃષભ : દિવસ દરમ્યાન આપને સતત દોડધામ રહે. કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્ર વર્ગના સાથ સહકારથી રાહત રહે.

મિથુન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના ઉચાટ-ઉદ્વેગમાં ઘટાડો થતો જાય. મિલન- મુલાકાતનું આયોજન થવાથી હર્ષ લાભ રહે.

કર્ક : આપના કામમાં વિલંબ-રૂકાવટ જણાય. આપની ગણત્રી અવળી પડતા આપના ઉચાટ-ઉદ્વેગમાં વધારો થાય. ખર્ચ જણાય.

સિંહ : આપે જાહેરક્ષેત્રના કામ અંગે, સંસ્થાકીય કામ અંગે વ્યસ્ત રહેવાનું થાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.

કન્યા : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ ધીમે ધીમે સાનુકુળતા થતી જાય, સીઝનલ-ધંધામાં આવક જણાય. સાસરીપક્ષે દોડધામ રહે.

તુલા : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. આપના કાર્યમાં પ્રગતિ-સાનુકૂળતા જણાય. પરદેશનું કામ થાય.

વૃશ્રિક : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. સુસ્તી બેચેનીના લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં ચિંતા રહે.

ધન : આપના દેશ-પરદેશના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કાર્યમાં પ્રગતિ જણાય. બહાર કે બહારગામ જવાનું બને.

મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામકાજ રહ્યા કરે. જેના લીધે આપની દોડધામ શ્રમ વધે. ધંધામાં આવક જણાય.

કુભ : માનસિક પરિતાપ રહ્યા કરે. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. ચર્ચા-વિચારણા બાદ આગળ વધવું.

મીન : કામમાં પ્રતિકૂળતા જણાય. આપના ધાર્યા પ્રમાણે કામ થાય નહીં. યાત્રા-પ્રવાસમાં પાકીટ-પૈસાનું ધ્યાન રાખવું પડે.



0 Response to "આજનું ભવિષ્ય 19-6-2022, રવિવાર "

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel