-->
આજનું ભવિષ્ય તા.20-6-2022, સોમવાર

આજનું ભવિષ્ય તા.20-6-2022, સોમવાર

 

આજનું ભવિષ્ય તા.20-6-2022, સોમવાર



મેષ : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહે. કામમાં આકસ્મિક સરળતા-સાનુકુળતા મળી રહે. હર્ષ-લાભ જણાય.

વૃષભ : આપના કાર્યની સાથે મિત્રવર્ગ- સગાસબંધી વર્ગ- ઘર- પરિવારના કામ અંગે આપને દોડધામ-શ્રમ રહ્યા કરે. થાક-કંટાળો જણાય.

મિથુન : નોકરી-ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકરવર્ગ- નોકર ચાકરવર્ગના સાથ-સહકારથી કામમાં ઉકેલ લાવી શકો.

કર્ક : તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાયનહીં. નાણાંકીય લેવડ દેવડમાં આપે સાવધાની રાખવી પડે. ઉચાટ રહે.

સિંહ : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. ઇચ્છિત વ્યકિત સાથેની આકસ્મિક મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે.

કન્યા : કોર્ટ-કચેરીના કામમાં, સરકારી - ખાતાકીય કામમાં આપને દોડધામ ખર્ચ રહે. પરંતુ કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય.

તુલા : આપની મહેનત - બુદ્ધિ અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં સરળતા જણાય.

વૃશ્ચિક : આપના કાર્યમાં કોઈ ને કોઈ રૂકાવટ - મુશ્કેલીનો અનુભવ થાય. યાત્રા-પ્રવાસ દરમ્યાન બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડે.

ધન : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

મકર : આપના કાર્યમાં સાનુકુળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. કૌટુંબિક - પારિવારિક કામકાજ રહે પરંતુ આનંદ રહે.

કુંભ : આપના કાર્યમાં અન્યનો સાથ સહકાર મળી રહે. સંસ્થાકીય કાર્ય અંગે જાહેરક્ષેત્રના કામ અંગે આપને વ્યસ્તતા જણાય.

મીન : રાજકીય - સરકારી ખાતાકીય કામમાં, કોર્ટ - કચેરીના કાર્યમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. સાસરી પક્ષ- મોસાળ પક્ષની ચિંતા રહે.


0 Response to "આજનું ભવિષ્ય તા.20-6-2022, સોમવાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel