સુરતમાં ચપ્પુ અને પથ્થર ઝીંકી હત્યા કરનારો 24 વર્ષે ઝડપાયો, પૈસાની લેતી-દેતીમાં ઝઘડો મર્ડર સુધી પહોંચ્યો હતો
સુરતમાં ચપ્પુ અને પથ્થર ઝીંકી હત્યા કરનારો 24 વર્ષે ઝડપાયો, પૈસાની લેતી-દેતીમાં ઝઘડો મર્ડર સુધી પહોંચ્યો હતો
સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના ઝઘડાની અદાવતમાં ચપ્પુ તથા પથ્થર વડે હત્યા કરી આરોપી નાસી ગયો હતો. પોલીસે વણઉકેલાયેલા ગુનાની તપાસ દરમિયાન ઓડિશાના આરોપીઓને અલગ તારવી તપાસ હાથ ધરી હતી. જેમાં 24 વર્ષે હત્યાના ગુનાના આરોપીનું પગેરુ શોધી હત્યારાને ઓડિશા ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
1998માં હત્યા કરી હતી
ઉમરા પોલીસ સ્ટેશનની હદ્દમાં આવતા પનાસ નહેર પાસે 1998માં ચપ્પુના ઘા અને પથ્થર વડે હત્યા કરાઈ હતી. આ કેસમાં આરોપી લખન દિનબંધુ બહેરા રહે. ગામ બડાબદગી થાના સોરડા જી. ગંજામ ઓડિશાની સંડોવણી બહાર આવી હતી. આરોપીને પકડવા પોલીસ તેના વતન જતી ત્યારે આરોપી લખન ખૂબ જ ચાલાકી અને હોંશિયારીથી જંગલ વિસ્તારાં નાસી જતો હતો. જેથી તેને પકડવો મુશ્કેલ સાબિત થતો હતો.
બાતમીના આધારે ઝડપાયો
એસઓજી પોલીસે આરોપીને ઝડપવા માટે ટીમ બનાવી હતી. જેમાં મોટાભાગના સભ્યો આ વિસ્તારથી માહિતગાર હતાં. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી જંગલમાં નાસી જાય તે અગાઉ જ તેના ગામમાંથી ઝડપી લીધો હતો. લખન દિનબંધુ બહેરાને તેના ઘરમાંથી જ કાંઈ પણ સમજે વિચારે તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો.
હત્યા કરી નાસી ગયો હતો
લખન 1998માં તેના ભાઈ રાજન તથા સુજાન સાથે પનાગ ગામે રહી કપડા વણાટનું કામ કરતો હતો. તેનો ભઆઈ સુજાન મેલી વિદ્યા જાણતો હોવાથી એક છોકરીની મેલી વિદ્યાથી ઈલાજ કર્યોહ તો.પરંતુ છોકરીસાજી થઈ નહી. જેથી છોકરીના સગા તેના ભાઈસ સુજાનને ઉપાડી ગયા હતાં. તેને છોડાવવા માટે પૈસાની માગ થઈ હતી. જેથી રાજને ગામના બાબુ તરણી શાહુ પાસેથી પાંચ હજાર લીધા હતાં. જે પૈસાથી ભાઈને છોડાવ્યો હતો. બાદમાં બાબુ તેના પૈસાની ઉઘરાણી કતો હતો. જેથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બાબુ ચપ્પુ લઈને મારવા માટે શોધતો હતો. એ દરમિયાન લખને તે મારે તે પહેલા બાબુને પતાવી દીધો હતો. બાદમાં પોતે ભાગીને વતન જતો રહ્યો હતો. જ્યાં રસ્તાના બાંધકામની મજૂરી કરતો હતો. પોલીસ આવે તે પહેલા નાસી જતો જો કે આખરે પકડાઈ જતાં પોલીસને તમામ હકીકત કહી હતી.
0 Response to "સુરતમાં ચપ્પુ અને પથ્થર ઝીંકી હત્યા કરનારો 24 વર્ષે ઝડપાયો, પૈસાની લેતી-દેતીમાં ઝઘડો મર્ડર સુધી પહોંચ્યો હતો"
ટિપ્પણી પોસ્ટ કરો