-->
બોલિવૂડમાં ફરી કોરોનાનો પગપેસારો, ‘ભૂલ ભુલૈયા 2’ના સ્ટાર અભિનેતા કોરાના વાયરસની ઝપેટમાં

બોલિવૂડમાં ફરી કોરોનાનો પગપેસારો, ‘ભૂલ ભુલૈયા 2’ના સ્ટાર અભિનેતા કોરાના વાયરસની ઝપેટમાં

 

બોલિવૂડમાં ફરી કોરોનાનો પગપેસારો, ‘ભૂલ ભુલૈયા 2’ના સ્ટાર અભિનેતા કોરાના વાયરસની ઝપેટમાં



કાર્તિક આર્યનની હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ સિનેમાઘરોમાં ધમાલ મચાવ્યો છે. આ ફિલ્મે ચાહકોના દિલમા પોતાનું સ્થાન બનાવ્યું છે. કાર્તિક આર્યનની આ ફિલ્મને ચાહકોએ ખૂબ પસંદ કરી છે. ત્યારે હાલમાં કાર્તિક આર્યન કોરોના સંક્રમિત થયો છે. એક્ટરએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે કે, તે ફરી એકવાર કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો છે. એક્ટરએ પોતાની ફોટો શેર કરીને તે કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપી છે.


કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. સાથે જ તેણે પોતાની ફિલ્મ ‘ભુલ ભુલૈયા 2’ તરફ ઈશારો કરીને કેપ્શનમાં લખ્યું છે કે, બધું જ એટલુ પોઝિટિવ ચાલી રહ્યું હતું. કોવિડ રહી ન શક્યો. તેની સાથે એક ઈમોજી પણ શેર કર્યું છે. કાર્તિક આર્યનની પોસ્ટ પર હવે યુઝર્સ કોમેન્ટમાં તેણે પોતાનું ધ્યાન રાખવા અંગે વાત કરી રહ્યા છે.


તમને જણવી દઈએ કે, બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન કોરોના સંક્રમિત થયો છે. આ પહેલા પણ એક્ટર કોરોના વાયરસ સંક્રમિત થયો હતો. ત્યારે તેણે કાર્તિકે સોશિયલ મીડિયા પર ‘પ્લસ સાઈન’નો ફોટો શેર કરતા લખ્યુ હતું કે, હું કોરોના પોઝિટિવ થઈ ગયો છું, દુવા કરો. આ સાથે ફેન્સે તેને જલદી સાજા થવાની હિંમત આપી હતી.




0 Response to "બોલિવૂડમાં ફરી કોરોનાનો પગપેસારો, ‘ભૂલ ભુલૈયા 2’ના સ્ટાર અભિનેતા કોરાના વાયરસની ઝપેટમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel