-->
અંકલેશ્વર નેશનલ હાઇવે પર રાહદારીને એક્ટિવાએ ફંગોળ્યા બાદ ઉપરથી ટેન્કર ફરી વળ્યું, ઘટનાસ્થળે મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે પર રાહદારીને એક્ટિવાએ ફંગોળ્યા બાદ ઉપરથી ટેન્કર ફરી વળ્યું, ઘટનાસ્થળે મોત

 

અંકલેશ્વર નેશનલ હાઇવે પર રાહદારીને એક્ટિવાએ ફંગોળ્યા બાદ ઉપરથી ટેન્કર ફરી વળ્યું, ઘટનાસ્થળે મોત





અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર દ્વારકાધીશ હોટલ નજીક રાહદારીને એક્ટિવા ચાલકે ફંગોળ્યા બાદ ટેન્કરના વ્હીલ ફરી વળતા 49 વર્ષીય વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.


મૂળ નર્મદા જિલ્લાના અને હાલ સુરતના કામરેજ ખાતે ખાતે રહેતા વિનય ગિરીશ રોહિતના પિતા ગિરીશભાઈ બાલુ રોહિત અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ચટપટા બિલ્ડીંગ ખાતે રહે છે. જેઓ ગઇકાલે શુક્રવારે સાંજના સમયે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર દ્વારકાધીશ હોટલ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સુરતથી અંકલેશ્વરના ટ્રેક ઉપર પુરપાટ ઝડપે ધસી આવેલી એક્ટિવા નંબર - જી.જે.16.સી.કે.0326ના ચાલકે રાહદારી ગિરીશભાઈને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેઓ માર્ગ પર પટકાતાં તેમના શરીર ઉપરથી ટેન્કરના વ્હીલ ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો.


આ અકસ્માતમાં ગિરીશ રોહિતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


0 Response to "અંકલેશ્વર નેશનલ હાઇવે પર રાહદારીને એક્ટિવાએ ફંગોળ્યા બાદ ઉપરથી ટેન્કર ફરી વળ્યું, ઘટનાસ્થળે મોત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel