-->
22 વર્ષ પહેલાં બનેલો ભરૂચ શહેરના પહેલા બ્રિજનો એક ભાગ કડડભૂસ, 2 બાઇક, 1 એક્ટિવા અને 2 લારીઓનો ભુક્કો વળી ગયો

22 વર્ષ પહેલાં બનેલો ભરૂચ શહેરના પહેલા બ્રિજનો એક ભાગ કડડભૂસ, 2 બાઇક, 1 એક્ટિવા અને 2 લારીઓનો ભુક્કો વળી ગયો

 

22 વર્ષ પહેલાં બનેલો ભરૂચ શહેરના પહેલા બ્રિજનો એક ભાગ કડડભૂસ, 2 બાઇક, 1 એક્ટિવા અને 2 લારીઓનો ભુક્કો વળી ગયો




- R&Bની દેખરેખમાં આવતો બ્રિજ છેલ્લા કેટલાક વર્ષોથી જોખમી હોવા છતાં અનદેખી ભારે પડી

- 22 વર્ષ પહેલાં GNFC રેલવે ફાટક ઉપર ROB બન્યો હતો

ભરૂચમાં જી.એન.એફ.સી. રેલવે ફાટક દહેજ બાયપાસ રોડ ઉપર પ્રથમ રેલવે ફ્લાય ઓવર બન્યો હતો. જેને લઈ રેલવે ફાટક બંધ થતાં પશ્ચિમ અને પૂર્વ ભરૂચમાં જવા આવવા ભારે સુગમતા થઈ ગઈ હતી. જે નંદેલાવ બ્રિજનો આજે એક ભાગ કડડભૂસ થતા 2 બાઇક, 1 એક્ટિવા અને 2 લારીઓનો ભુક્કો બોલી ગયો હતો. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે.

સદનસીબે જાનહાનિ ટળી

આશરે 22 વર્ષ પહેલાં બનેલો નંદેલાવ ROB છેલ્લા કેટલાક સમયથી જોખમી અને જજરીત બન્યો હતો. બ્રિજની ઉપરની રોડ સરફેસ ઉપર સળિયા પણ બહાર નીકળી જવા છતાં જેની સાર સંભાળની જવાબદારી R&Bની હતી તેના દ્વારા સમારકામ હાથ ન ધરાતા બ્રિજ ગમે ત્યારે મોટી હોનારત સર્જે તેવી સ્થિતિ બની રહી હતી. બ્રિજના પાયા પણ હલી જવાની હાલત સાથે એક તરફથી ઝુકવા લાગ્યા હતા. જેને ટકો આપી થોડા વર્ષો પહેલા મજબૂતી અપાઈ હતી.

ભરૂચ તરફનો નીચેનો સ્લેબ તૂટ્યો

જે બાદ ટ્રાફિકનું ભારણ દહેજ તરફ અને સિટીમાં વાહનોની સંખ્યા વધતા જુના નંદેલાવ બ્રિજની બાજુમાં નવો 2 લેન બ્રિજ બનવવામાં આવ્યો હતો. આજે મંગળવારે બપોરના સુમારે જુના નંદેલાવ બ્રિજનો ભરૂચ તરફનો નીચેનો મસમોટો સ્લેબ ધડામ તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી.

અધિકારીઓ દોડતા થયા

ભરૂચ તરફનો નીચેના ભાગનો બ્રિજનો સ્લેબ પડતા નીચે રહેલી એક એક્ટિવા, 2 બાઇક અને 2 લારીનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, પ્રાંત અધિકારી, અન્ય પોલીસ અધિકારી, સરકારી અધિકારી, ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. વાહનચાલકો અને લોકોની ભારે ભીડનો બ્રિજ નજીક નીચે જમાવડો થઈ ગયો હતો. સલામતીના કારણો સર જૂનો જર્જરિત દુર્ઘટના ગ્રસ્ત બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવાની હિલચાલ તંત્રએ શરૂ કરી છે. બ્રિજના નિર્માણ બાદ તેના ઉપર ટોલ ટેક્સ લાદી દેવાયો હતો. જે વર્ષો સુધી મુદ્દત પૂરી થઈ ગયા બાદ પણ અમલી રહ્યો હતો.



0 Response to "22 વર્ષ પહેલાં બનેલો ભરૂચ શહેરના પહેલા બ્રિજનો એક ભાગ કડડભૂસ, 2 બાઇક, 1 એક્ટિવા અને 2 લારીઓનો ભુક્કો વળી ગયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel