‘નો-સ્ટોક’ શહેરમાં રોજ આવતાં 22 લાખ લિટર પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં 25% કપાત, કુલ 180માંથી 30% પમ્પ બંધ
‘નો-સ્ટોક’ શહેરમાં રોજ આવતાં 22 લાખ લિટર પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં 25% કપાત, કુલ 180માંથી 30% પમ્પ બંધ
શહેરમાં રોજે રોજ અંદાજે 6 લાખ લિટર પેટ્રોલ અને 16 લાખ લિટર ડીઝલનો સપ્લાય થતો હોય છે અને લગભગ વપરાશ પણ આ સપ્લાયની આસપાસ રહેતો હોય છે. જો કે, છેલ્લા કેટલાક દિવસથી સપ્લાયમાં 50 ટકાનો કાપ મુકાતા પેટ્રોલ-ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળે છે. સપ્લાયના અભાવે શહેરમાં આવેલા કુલ 180 પેટ્રોલ પંપમાંથી લગભગ 30 ટકા પંપ હાલ બંધ છે.
ખાસ કરીને એચપીના મોટાભાગના પમ્પ બંધ છે. પેટ્રોલ પમ્પ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર સપ્લાયની સમસ્યાને કારણે હજુ પણ શહેરમાં 15-20 દિવસ આવી જ સ્થિતિ રહી શકે છે.
રવિવારે સાંજ પછી એવી અફવા ફેલાઈ હતી કે, ત્રણ-ચાર દિવસ સુધી શહેરમાં પેટ્રોલ-ડીઝલનો સપ્લાય આવવાનો નથી. અખાતી દેશોએ પુરવઠો આપવાનું બંધ કરતાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાવાની આ અફવાને કારણે મોડી રાત સુધી શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.

0 Response to "‘નો-સ્ટોક’ શહેરમાં રોજ આવતાં 22 લાખ લિટર પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં 25% કપાત, કુલ 180માંથી 30% પમ્પ બંધ"
ટિપ્પણી પોસ્ટ કરો