દર્દીઓને હાલાકી હડતાળથી સિવિલની OPDમાં 3 કલાકે દર્દીનો વારો આવે છે, રોજની 125 સામે માંડ 47 સર્જરી, હવે ડોક્ટરોને નોટિસ
દર્દીઓને હાલાકી હડતાળથી સિવિલની OPDમાં 3 કલાકે દર્દીનો વારો આવે છે, રોજની 125 સામે માંડ 47 સર્જરી, હવે ડોક્ટરોને નોટિસ
કોવિડ દરમિયાન હોસ્પિટલમાં બજાવેલી ફરજને એક વર્ષના બોન્ડને રેસિડેન્ટશિપમાં ગણવાની માગણી સાથે સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. હડતાળના પગલે સિવિલની ઓપીડીમાં દર્દીઓનો 3 કલાકે વારો આવે છે. જ્યારે રોજની 125 સર્જરીની જગ્યાએ માંડ આખા દિવસમાં 47 સર્જરી થાય છે.
બીજે મેડિકલના નિયામેક તમામ ડોક્ટરને નોટિસ આપી ચીમકી આપી છે કે, તાત્કાલિક ફરજ પર નહીં થાવ તો બેદરકારી, સારવારમાં નિષ્કાળજી, વહીવટી આદેશ પ્રત્યે બેજવાબદાર હોવા અંગેના શિસ્તભંગના પગલાં લેવાશે. રેસિડેન્સિનો અંત લાવવાની જોગવાઈ કરી છે. સિવિલ સહિત રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ મેડિકલ સેવા ખોરવાઈ ગઈ છે અને દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. દર્દીઓને વધુ તકલીફ ન પડે તે માટે ગુરુવારે હોસ્પિટલમાં વધુ 30 મેડિકલ ઓફિસરોને ફરજ પર મુકવામાં આવ્યા છે.
સમાધાન માટે વાટાઘાટો
બુધવારે 24 કલાક દરમિયાન 125 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા. જો કે બહુ વાંધો ન આવે તેવા પ્લાન્ડ કરેલા કેટલાક ઓપરેશનો રદ કરવામાં આવ્યા છે. વધુમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટરો સાથે મેનેજમેન્ટ દ્વારા વાટાઘાટો ચાલે જેથી હડતાળનો વહેલીતકે અંત આવે અને દર્દીઓની હાલાકી દૂર થાય. > ડો. રાકેશ જોષી, સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ
0 Response to "દર્દીઓને હાલાકી હડતાળથી સિવિલની OPDમાં 3 કલાકે દર્દીનો વારો આવે છે, રોજની 125 સામે માંડ 47 સર્જરી, હવે ડોક્ટરોને નોટિસ"
ટિપ્પણી પોસ્ટ કરો