શ્રદ્ધા કપૂરના ભાઈને 24 કલાકમાં જ જામીન મળ્યા, બેંગલુરુ રેવ પાર્ટીમાંથી ધરપકડ થઈ હતી
શ્રદ્ધા કપૂરના ભાઈને 24 કલાકમાં જ જામીન મળ્યા, બેંગલુરુ રેવ પાર્ટીમાંથી ધરપકડ થઈ હતી
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર જામીન પર છૂટી ગયો છે. સિદ્ધાંત કપૂરની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી હતી. સિદ્ધાંતને 24 કલાકની અંદર જ જામીન મળી ગયા છે. બેંગલુરુ પોલીસે પબમાં ચાલતી રેવ પાર્ટીમાંથી સિદ્ધાંતની ધરપકડ કરી હતી. આ પાર્ટીમાં સિદ્ધાંત DJ તરીકે સામેલ થયો હતો. સિદ્ધાંત સહિત 5 લોકોના ડ્રગ્સ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
સ્ટેશન જામીન પર છૂટ્યો
બેંગલુરુ સિટી ઇસ્ટ ડિવિઝનના DCP ડૉ. ભીમશંકરે કહ્યું હતું કે સિદ્ધાંત સહિત ચાર લોકોને સ્ટેશન જામીન પર છોડવામાં આવ્યા છે. આ કેસના સંદર્ભમાં જ્યારે પણ સિદ્ધાંતની જરૂર હશે ત્યારે તે પોલીસ સ્ટેશને હાજર થશે.
સિદ્ધાંત કપૂરનું કરિયર
સિદ્ધાંતએ કરિયરની શરૂઆત 1997માં આવેલી ફિલ્મ 'જુડવા'થી કરી હતી. સિદ્ધાંત કપૂરે બોલિવૂડની ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. એ અલગ વાત છે કે સિદ્ધાંતનું કરિયર ફ્લોપ રહ્યું છે. ફિલ્મ ઉપરાંત તેણે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ 'હસીના પારકર'માં કામ કર્યું હતું, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી.
0 Response to "શ્રદ્ધા કપૂરના ભાઈને 24 કલાકમાં જ જામીન મળ્યા, બેંગલુરુ રેવ પાર્ટીમાંથી ધરપકડ થઈ હતી"
ટિપ્પણી પોસ્ટ કરો