-->
કાઠિયાવાડી જલસો માણશે ટીમ ઇન્ડિયા કાલે રાજકોટમાં, સયાજી હોટલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત, ઘૂઘરાં, વઘારેલો રોટલો, ઢોકળીના શાકનો સ્વાદ માણશે

કાઠિયાવાડી જલસો માણશે ટીમ ઇન્ડિયા કાલે રાજકોટમાં, સયાજી હોટલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત, ઘૂઘરાં, વઘારેલો રોટલો, ઢોકળીના શાકનો સ્વાદ માણશે

 

કાઠિયાવાડી જલસો માણશે ટીમ ઇન્ડિયા કાલે રાજકોટમાં, સયાજી હોટલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત, ઘૂઘરાં, વઘારેલો રોટલો, ઢોકળીના શાકનો સ્વાદ માણશે






ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ચોથો મેચ રાજકોટમાં 17 જૂનના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાવાની છે. 15 જૂન એટલે કે આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે ખેલૈયાઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત ઘૂઘરા, ગાંઠિયા-જલેબી, વઘારેલો રોટલો અને ઢોકળીના શાકનો સ્વાદ માણશે.


આ રહ્યું ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના ભોજનનું મેનુ


સયાજી હોટેલમાં ભારતીય ખેલાડીઓના પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમનું ગરબાથી તો સાઉથ આફ્રિકાના ખેલાડીઓને ફૂલોની માળા પહેરાવી આવકારવામાં આવશે. ભારતીય ટીમ બ્રેકફાસ્ટમાં ગાંઠિયા-જલેબી અને સાંજે ઘૂઘરાનો સ્વાદ માણશે. લંચમાં ઢોકળીનું શાક, વઘારેલો રોટલો અને ડિનરમાં રાજસ્થાની ફૂડ ઘેવર રબડી, કૈર સાંગરી, દાલબાટી અને ઇન્દોરી ચાટનો સ્વાદ માણશે.


ભારતની ટીમનું વેલકમ લેટરથી સ્વાગત થશે


આવતીકાલે સાંજે રાજકોટ પહોંચનારી ભારતીય ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટ પર સ્વાગત થશે. સાથે સાથે રંગીલા રાજકોટની ઓળખ એટલે ગરબા આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત પુષ્પવર્ષા અને વેલકમ ડ્રીન્કથી સ્વાગત કરવામાં આવશે. જે માટે ખેલૈયાઓ દ્વારા તડામાર પ્રેક્ટિસ કરવામાં પણ આવી રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રિષભ પંત માટે 8માં માળે રાજસ્થાની રોયલ થીમ પરનો સ્યુટ રૂમ સજાવાયો છે. ઉપરાંત હાર્દિક પંડ્યા અને યજુવેન્દ્ર ચહલના ફોટાવાળા ખાસ પિલો પણ બનાવવામાં આવ્યા છે. ભારતની ટીમનું વેલકમ લેટરથી સ્વાગત થશે.


દક્ષિણ આફ્રિકાની ટીમ ફોર્ચ્યુન હોટલમાં રોકાશે


દક્ષિણ આફ્રિકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકવાની છે. અગાઉ પણ 2015માં આફ્રિકા ટીમ આ જ હોટલમાં રોકાઇ ચૂકી છે માટે ત્યાં પણ વેલકમ બેકના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ખાસ જે રીતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને જોતા સંક્રમણ ન વધે તે માટે હોટેલ સ્ટાફ દ્વારા પૂરતી કાળજી રાખવાની રહેશે. હોટેલના તમામ સ્ટાફ મેનેજર સહિત સૌ કોઇના બે વખત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગામી 15થી 18 જૂન ચાર દિવસ સુધી હોટેલમાં અન્ય પબ્લિક માટે રૂમ, બેંકવેટ હોલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે.



0 Response to "કાઠિયાવાડી જલસો માણશે ટીમ ઇન્ડિયા કાલે રાજકોટમાં, સયાજી હોટલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત, ઘૂઘરાં, વઘારેલો રોટલો, ઢોકળીના શાકનો સ્વાદ માણશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel