મે મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક 26 કરોડની વીજ ચોરી પકડાઈ, રાજકોટમાં સૌથી વધુ 4 કરોડની વીજચોરી
મે મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક 26 કરોડની વીજ ચોરી પકડાઈ, રાજકોટમાં સૌથી વધુ 4 કરોડની વીજચોરી
રાજકોટ શહેરના PGVCL વિભાગે મોટા દરોડા પાડ્યા છે. રાજકોટ માં PGVCL દ્વારા સપાટો બોલાવામાં આવ્યો છે. મે મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક 26 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં 11 હજાર વીજ કનેક્શનમાં વીજચોરી સામે આવી છે. ત્યારે વીજચોરી કરનાર સામે કોર્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- PGVCLના MDએ વીજચોરી મામલે બોલાવ્યો સપાટો
વીજચોરી કરનાર સામે સતત કરી કાર્યવાહી
- મે મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક 26 કરોડની વીજ ચોરી પકડાઈ
- સૌરાષ્ટ્રમાં 11 હજાર વીજ કનેક્શનમાં થતી વીજચોરી ઝડપાઈ
- PGVCLની ટીમે માત્ર મે મહિનામાં જ 11 હજારથી વધુ વીજચોરી કરનાર સામે કોર્ટ કાર્યવાહી કરી
-સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટમાં 4 કરોડની વીજચોરી ઝડપાઈ
PGVCL દ્વારા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટમાં 4 કરોડની વીજચોરી ઝડપાઈ છે. વીજ ચોરો સામે કંપની કોર્ટની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે આટલા મોટા પ્રમાણમાં વીજ ચોરી સામે આવતા કંપનીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

0 Response to "મે મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક 26 કરોડની વીજ ચોરી પકડાઈ, રાજકોટમાં સૌથી વધુ 4 કરોડની વીજચોરી"
ટિપ્પણી પોસ્ટ કરો