શું તમારું પેટ વારંવાર ફૂલી જાય છે?
શું તમારું પેટ વારંવાર ફૂલી જાય છે? આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડાયટમાં સામેલ કરો આ આહાર
નારંગી
નારંગી વિટામિન સીનો ભંડાર છે. રોજના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય આ ફળમાં પાણી અને ફાઈબર પણ હોય છે. જ્યારે પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ત્યારે ફાઇબર પાચનમાં મદદ કરે છે.
દહીં
દહીં એક પ્રોબાયોટિક છે. તેને ખાવાથી પેટના સારા બેક્ટેરિયા યોગ્ય રીતે પોતાનું કામ કરે છે, જેથી પેટને લગતી સમસ્યાઓ નજીક પણ નથી આવતી.
ઓટમીલ
જો તમે પેટ ફૂલવાની સમસ્યાથી બચવા માંગતા હોવ તો નાસ્તામાં પરાઠા, પુરી, કચોરી ખાવાને બદલે તમારા દિવસની શરૂઆત ઓટમીલથી કરો. તેમાં હેલ્ધી કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન હોય છે. તમે તેને તીખી કે મીઠી ગમે તે રીતે ખાઓ, તે ફાયદાકારક છે.
બદામ
જમ્યા પહેલા કે પછી નાની ભૂખ સંતોષવા માટે ડ્રાય ફ્રૂટ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે, ખાસ કરીને બદામ. તંદુરસ્ત ચરબી, પોષક તત્વો અને પ્રોટીનથી ભરપૂર બદામ ખાવાથી પેટનું ફૂલવું થતું નથી. આ સાથે તે વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

0 Response to "શું તમારું પેટ વારંવાર ફૂલી જાય છે?"
ટિપ્પણી પોસ્ટ કરો