-->
બારડોલીમાં ઓનલાઇન હનીટ્રેપ યુવતીએ વીડિયો કોલ પર બીભત્સ ચેનચાળા કરી 2 યુવકને નગ્ન કરાવ્યા, બાદમાં ક્લિપ વાઇરલ કરી

બારડોલીમાં ઓનલાઇન હનીટ્રેપ યુવતીએ વીડિયો કોલ પર બીભત્સ ચેનચાળા કરી 2 યુવકને નગ્ન કરાવ્યા, બાદમાં ક્લિપ વાઇરલ કરી

 

બારડોલીમાં ઓનલાઇન હનીટ્રેપ યુવતીએ વીડિયો કોલ પર બીભત્સ ચેનચાળા કરી 2 યુવકને નગ્ન કરાવ્યા, બાદમાં ક્લિપ વાઇરલ કરી







બારડોલીનગરમાં અગાઉ અનેક લોકોના બીભત્સ વીડિયો વાઇરલ થયા હતા, ઓનલાઇન યુવતીનું મોઢું બતાવી પુરુષોને નગ્ન હાલતમાં વીડિયો વાઇરલ કરવાની ઘટનામાં ઘણા નામી લોકો ભોગ બન્યા હતા. તાજેતરમાં ફરી શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચતા વેપારી તેમજ એક રિક્ષાચાલક યુવાનનો વીડિયો વાઇરલ થતાં યુવાને બારડોલી પોલીસ મથકે ઘટના અંગે જાણ કરી હોવાની માહિતી મળી છે.


વીડિયો વાઇરલ કરતાં પહેલાં પૈસાની માગ્યા હતા


ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, થોડા સમય પહેલાં બારડોલીનગર તેમજ આસપાસના વિસ્તારોમાં અતિચર્ચિત બનેલા બીભત્સ કિલપિંગકાંડમાં નગરમાં અન્ય વીડિયો વાઇરલ થયા છે. ઓનલાઇન મહિલાઓ સાથે નગ્ન હાલતમાં પુરુષોના વીડિયો વાઇરલ કરાયા હતા. વીડિયો વાઇરલ કરતાં પહેલાં ભોગ બનનાર પાસે પૈસાની માગણી કરાઇ હતી.


ભૂતકાળમાં નામી લોકોના બીભસ્ત વીડિયો વાઇરલ થયા હતા


ઘણા કિસ્સાઓમાં પૈસા આપવા છતાં વીડિયો વાઇરલ કરાયા હતા. ભૂતકાળમાં નગરમાં નામી લોકોના આવા બીભસ્ત વીડિયો વાઇરલ થતાં મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. હાલ ફરીએ પ્રકારના બે વીડિયો નગરમાં ફરતા થયા છે. શાકભાજીનો વેપાર કરતા એક વેપારીનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ હાલમાં જ એક રિક્ષાચલાકનો બીભત્સ વીડિયો વાઇરલ થતાં યુવાન બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.



0 Response to "બારડોલીમાં ઓનલાઇન હનીટ્રેપ યુવતીએ વીડિયો કોલ પર બીભત્સ ચેનચાળા કરી 2 યુવકને નગ્ન કરાવ્યા, બાદમાં ક્લિપ વાઇરલ કરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel