અંતે સંબંધો કન્ફર્મ કર્યાં ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહા સાથેના પ્રેમનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો, કહ્યું- આઇ લવ યુ
અંતે સંબંધો કન્ફર્મ કર્યાં ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહા સાથેના પ્રેમનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો, કહ્યું- આઇ લવ યુ
35 વર્ષીય સોનાક્ષી સિંહા તથા 34 વર્ષના ઝહીર ઈકબાલ વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થતી હતી. સોનાક્ષીનો 2 જૂનના રોજ બર્થડે હતો. ઝહીરે પોસ્ટ શૅર કરીને આઇ લવ યુ કહી સોનાક્ષી સાથેના સંબંધો ઓફિશિયલ કર્યાં હતા
આ વર્ષે લગ્ન કરે તેવી શક્યતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનાક્ષી તથા ઝહીર આ વર્ષે લગ્ન કરે તેવી શક્યતા છે. જોકે, પરિવારે આ અંગે કોઈ વાત કરી નથી.
લગ્નમાં સાથે જોવા મળ્યા હતા
બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે. ઝહીર તથા સોનાક્ષી થોડાં દિવસ પહેલાં પ્રોડ્યૂસર દિનેશ વિજનની બહેન પૂજાના લગ્નમાં સાથે જોવા મળ્યાં હતાં. થોડાં સમય પહેલાં સોનાક્ષીએ પોતાની બ્યૂટી બ્રાન્ડ શરૂ કરી હતી. આ સમયે તેણે ડાયમંડ રિંગ ફ્લૉન્ટ કરી હતી. તે સમયે સોનાક્ષીએ સગાઈ કરી હોવાની ચર્ચા થતી હતી.
ઝહીર-ઈકબાલ ફિલ્મમાં સાથે જોવા મળશે
સોનાક્ષી સિંહાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'દહાડ'થી ડિજિટલ ડેબ્યુ કરવાની છે. આ ઉપરાંત તે ઝહીર ઈકબાલ તથા હુમા કુરૈશી સાથે 'ડબલ XL' ફિલ્મમાં જોવા મળશે.
1987માં જન્મેલી સોનીક્ષીએ 2010માં સલમાન ખાનની ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે તે 2021માં ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી. ઝહીરની વાત કરીએ તો તે જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. નાનપણથી જ ઝહીરના પરિવાર તથા સલમાન વચ્ચે સારા સંબંધો છે. સલમાન ખાનની ફિલ્મ 'નોટબુક'થી 2019માં ઝહીરે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.


0 Response to "અંતે સંબંધો કન્ફર્મ કર્યાં ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહા સાથેના પ્રેમનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો, કહ્યું- આઇ લવ યુ"
ટિપ્પણી પોસ્ટ કરો